રૂમ હીટર વાપરતા પહેલાં સાવધાન! અહીં 4નાં થઈ ગયાં મોત, ફાયદાની સાથે આ છે ગેરફાયદાઓ

Room Heater Disadvantages: હાલ સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો કહેર પોતાનો રેકોર્ડ તોડી રહ્યો છે. આ કારણે, રૂમ હીટર અથવા કોલ સ્ટવનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં સામાન્ય છે, પરંતુ જો તેના ઉપયોગમાં કેટલીક સાવચેતી રાખવામાં ન આવે તો, જમ્મુ-કાશ્મીરના આ પરિવારની જેમ તમારો જીવ પણ જઈ શકે છે.

રૂમ હીટર વાપરતા પહેલાં સાવધાન! અહીં 4નાં થઈ ગયાં મોત, ફાયદાની સાથે આ છે ગેરફાયદાઓ

Room Heater Good Or Bad: જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યો રાત્રે સૂઈ ગયા બાદ સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. સવારે પરિવારજનોને જાગ્યા બાદ ચારેયના મોતની ખબર પડી હતી. રાત્રે રૂમની અંદર ગરમી જાળવવા માટે ઉપયોગમાં લેવાતા કોલ હીટરમાંથી નીકળતા ધુમાડાને કારણે ચારેયના મોત થયા હતા. 

હાલ સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો કહેર પોતાનો રેકોર્ડ તોડી રહ્યો છે. આ કારણે, રૂમ હીટર અથવા કોલ સ્ટવનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં સામાન્ય છે, પરંતુ જો તેના ઉપયોગમાં કેટલીક સાવચેતી રાખવામાં ન આવે તો, જમ્મુ-કાશ્મીરના આ પરિવારની જેમ તમારો જીવ પણ જઈ શકે છે.

હીટરનો વધુ પડતો ઉપયોગ કરવાના ગેરફાયદા 
1. કાર્બન મોનોક્સાઇડ ગૂંગળામણનું કારણ બની શકે

જ્યારે તમે બંધ રૂમમાં હીટર અથવા સ્ટવ સળગાવો છો, ત્યારે તે અંદરની હવામાંથી ઓક્સિજનને ખતમ કરે છે અને કાર્બન મોનોક્સાઇડમાં વધારો કરે છે. જેના કારણે તમારો શ્વાસ રૂંધાઈ શકે છે અને મૃત્યુ થઈ શકે છે. 

2. દ્રષ્ટિ પર અસર
રૂમમાં હીટર ચલાવવાથી હવામાં શુષ્કતા વધે છે. અને જેના કારણે આંખો પણ પ્રભાવિત થાય છે અને ખંજવાળ આવવા લાગે છે. આ કારણે તમારી આંખોની રોશની પર અસર થઈ શકે છે.

3. શરીરના તાપમાનમાં વારંવાર ફેરફાર ખતરનાક!
જેમ તમે જ્યારે રૂમમાં હીટર ચલાવો અને પછી રુમમાંથી વારંવાર અંદર બહાર કરો તો પણ શરીરનું તાપમાન વારંવાર બદલાય છે. આ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.

4. ખંજવાળ અથવા ત્વચાના ચેપની સંભાવના
જ્યારે રૂમની હવામાં ભેજ ઓછો થાય છે, ત્યારે વાતાવરણ તમારા શરીરમાંથી પાણી શોષીને તેની ભરપાઈ કરે છે. આના કારણે, તમને ખંજવાળ અથવા ત્વચાના ચેપને લગતી અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

5. શોર્ટ સર્કિટથી લાગી શકે આગ 
જો તમે સતત ઇલેક્ટ્રિક હીટર ચલાવતા હોવ તો શોર્ટ સર્કિટના કારણે તેમાં આગ લાગી શકે છે. આમાંના મોટાભાગના હીટર પ્લાસ્ટિકના બનેલા છે, જેનું બોડી સતત ચાલવા પર પીગળી જાય છે અને શોર્ટ સર્કિટ થાય છે.

જો તમે રૂમમાં રૂમ હીટર ચલાવો છો અને તમે કાર્બન મોનોક્સાઇડનો શિકાર થઈ રહ્યા છો કે કેમ,  તે જાણવા માગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો. 

જો તમે હીટર ચલાવ્યાના થોડા સમય પછી માથાનો દુખાવો, ચક્કર આવવા, પેટમાં દુખાવો, અથવા અસ્વસ્થતા અનુભવવી, ઉલ્ટી જેવું થવા લાગે તો આ લક્ષણો પરથી સમજી લો કે તમારા રૂમની હવા ઝેરી બની ગઈ છે. હવે તમે કહેશો કે હીટર ચલાવવું તો કઈ રીતે?  કેટલા સમય સુધી તેનો ઉપયોગ કરવો આવો જણાવીએ....

જો તમારે રૂમ હીટર ચલાવવું હોય તો આ રીતે ચલાવો
- જો રૂમ હીટર ઇલેક્ટ્રિક છે, તો સિઝનની શરૂઆત પહેલાં તેની સર્વિસ કરાવો.
- રૂમને સંપૂર્ણપણે બંધ ન રાખો એટલે કે તેમાં કોઈપણ બારીને સહેજ ખુલ્લી રાખો.
- રૂમમાં હીટરની પાસે પાણી ભરેલી ડોલ રાખો, જેથી રૂમમાં ભેજ રહે.
- સૂતા પહેલા હીટર ચલાવીને રૂમને ગરમ કરવાનો પ્રયાસ કરો અને સૂતી વખતે તેને બંધ કરો.
- ગેસ હીટર, હોટ બ્લોઅર, ઇલેક્ટ્રિક હીટર અથવા કોલ સ્ટોવને બદલે ઓઇલ હીટરનો ઉપયોગ કરો.
- જો તમે કોલસાનો ચૂલો ચલાવો છો, તો લાકડાનો કોલસો વાપરો, પથ્થરનો કોલસો નહીં.

તો આ રીતે તમે સેફ્ટી સાથે હીટરનો ઉપયોગ કરશો તો નુકશાન નહી થાય અને તમે ઠંડીમાંથી રાહત પણ મેળવી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news