Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક

Tibetan Black Diamond Apple: બ્લેક સફરજન તિબ્બતના ઊંચા પહાડો પર થાય છે. સૂર્ય પ્રકાશ અને અલ્ટ્રાવાયેલેટ રેઝ પડવાથી સફરજનનો રંગ વૃક્ષ પર જ કાળો થવા લાગે છે પરંતુ આ રંગના સફરજન લોકોને આકર્ષિત કરે છે. 

Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક

Black Diamond Apple Price: માર્કેટમાં સામાન્ય રીતે લાલ રંગના સફરજન જોવા મળે છે. જે સફરજનની ઉપજ આવતા લગભગ 4થી 5 વર્ષનો સમય લાગે છે. પરંતુ તમે બ્લેક સફરજન જોયું છે ખરા..? જેની ઉપજ આવતા લગભગ 8 વર્ષ જેટલો સમય લાગે છે. એવું માનવામાં આવે છે આ સફરજનનો સ્વાદ મીઠો હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે લાલ રંગના સફરજન જેટલા ફાયદાકારક નથી હોતા. 

બ્લેક સફરજન તિબ્બતના ઊંચા પહાડો પર થાય છે. સૂર્ય પ્રકાશ અને અલ્ટ્રાવાયેલેટ રેઝ પડવાથી સફરજનનો રંગ વૃક્ષ પર જ કાળો થવા લાગે છે પરંતુ આ રંગના સફરજન લોકોને આકર્ષિત કરે છે. તિબ્બતની સ્થાનિય ભાષામાં આ બ્લેક સફરજનને 'નિયૂ' નામથી ઓળખવામાં આવે છે. 

વૈજ્ઞાનિકોના મત મુજબ બ્લેક સફરજનની ઊપજ માટે ઓછામાં ઓછી 8 વર્ષ જેટલી રાહ જોવી પડે છે. સામાન્ય સફરજન કરતા બ્લેક સફરજનની ઉપજ ઓછી હોય છે. તિબ્બતમાં આની ખેતી વર્ષ 2015માં કરવામાં આવી હતી... 8 વર્ષ બાદ ઉગેલા સફરજનની લાઇફ અંદાજીત 2 મહિના સુધીની હોય છે.

સામાન્ય રીતે જોઇએ લાલ રંગના સફરજનના વૃક્ષ પર દર વર્ષે 80 ટકા ઉત્પાદન મળે છે જ્યારે બ્લેક સફરજનની માત્રા 30 ટકા જેટલી જ છે. આ બ્લેક સફરજનની નિકાસ અન્ય દેશોમાં પણ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news