Latest Car Bikes News: ભારતીય બજારમાં 7 સીટર કારની બમ્પર માગ છે અને SUV અને MPV સેગમેન્ટમાં રૂ. 10 લાખથી રૂ. 50 લાખની કિંમતની રેન્જમાં એક કરતા વધુ કાર ઉપલબ્ધ છે. જો તમે પણ તમારા મોટા પરિવાર માટે સારી 7 સીટર SUV અથવા MPV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને 10 લોકપ્રિય કાર વિશે જણાવશું. આ 7 સીટર કારમાં મારુતિ સુઝુકી એર્ટિગા અને રેનો ટ્રાઈબર જેવી MPV તેમજ ટોયોટા ફોર્ચ્યુનર જેવા પાવરફુલ વાહનોનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારુતિ સુઝુકી એર્ટિગા-
Maruti Suzuki Ertiga MPVએ ગત મહિને કુલ 9750 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. Ertigaની ઓન-રોડ કિંમત રૂ.9.71 લાખથી શરૂ થાય છે.


મારુતિ સુઝુકી XL6-
મારુતિ સુઝુકીની નેક્સા ડીલરશીપ પર વેચાયેલી SUV XL6 એ જાન્યુઆરીમાં કુલ 2582 યુનિટ વેચ્યા છે. XL6ની ઓન-રોડ કિંમત રૂ.13.09 લાખથી શરૂ થાય છે.


આ પણ વાંચો: પેપર લીક પર આજીવન કેદની સજા થશે, નકલ વિરોધી કાયદાને રાજ્યપાલની લીલીઝંડી
આ પણ વાંચો: સોન ભંડાર ગુફા : જ્યાં છુપાયેલો છે મગધસમ્રાટ બિંબિસારનો અગણિત ખજાનો
આ પણ વાંચો: છોકરાને પ્રપોઝ કરવું પડ્યું ભારે: મહિલાએ રસ્તા વચ્ચે ચપ્પલ વડે ફટકાર્યો, જુઓ Video


મહિન્દ્રા સ્કોર્પિયો-
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની પાવરફુલ SUV સ્કોર્પિયોએ જાન્યુઆરી 2023માં કુલ 8715 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. સ્કોર્પિયોની ઓન-રોડ કિંમત રૂ. 14.67 લાખથી શરૂ થાય છે.


મહિન્દ્રા બોલેરો-
મહિન્દ્રા બોલેરો સસ્તી અને મજબૂત 7 કાર ખરીદનારાઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેણે છેલ્લા મહિનામાં 8574 યુનિટ વેચ્યા છે. બોલેરોની ઓન-રોડ કિંમત રૂ. 10.87 લાખથી શરૂ થાય છે.


મહિન્દ્રા XUV 700-
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સૌથી પાવરફુલ SUV XUV700 એ છેલ્લા મહિનામાં 5787 યુનિટ વેચ્યા છે. XUV700ની કિંમત 19.85 લાખ રૂપિયાથી શરૂ થાય છે.


કિયા કેરેન્સ-
કિયા મોટર્સની સસ્તી 7 સીટર કાર કારેન્સે ગત મહિને 7900 યુનિટ્સ વેચ્યા છે. કેરેન્સની ઓન-રોડ કિંમત રૂ.11.72 લાખથી શરૂ થાય છે.


આ પણ વાંચો:  મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે
આ પણ વાંચો: હથેળીમાં 'ભદ્ર યોગ' હોય તો વ્યક્તિને બનતાં કરોડપતિ રોકી શકતી નથી કોઇ તાકાત
આ પણ વાંચો: મૃત્યું બાદ પણ તમારા સ્વજનની 13 દિવસ સુધી ઘરમાં ભટકે છે આત્મા, વેઠવા પડે છે કષ્ટો


ટોયોટા ફોર્ચ્યુનર-
પાવરફુલ એસયુવી ટોયોટા ફોર્ચ્યુનરે ગયા મહિને 3698 યુનિટ વેચ્યા હતા. ફોર્ચ્યુનરની ઓન-રોડ કિંમત રૂ.37.82 લાખથી શરૂ થાય છે.


ટોયોટા ઇનોવા ક્રિસ્ટા
ભારતમાં લક્ઝરી અને આરામ શોધતા લોકો માટે ટોયોટા ઇનોવા ક્રિસ્ટા એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે અને એમપીવીએ ગયા મહિને કુલ 1,427 એકમોનું વેચાણ કર્યું હતું.


રેનો ટ્રાઇબર-
ભારતમાં સૌથી સસ્તી 7 સીટર કાર, રેનો ટ્રાઇબરે ગયા મહિને 1796 યુનિટ્સ વેચ્યા છે. ટ્રાઇબરની ઓન-રોડ કિંમત રૂ.6.84 લાખથી શરૂ થાય છે.


હ્યુન્ડાઇ અલ્કાઝાર-
Hyundaiની મોટી ફેમિલી SUV Alcazarએ જાન્યુઆરીમાં કુલ 1537 યુનિટ વેચ્યા છે. અલ્કાઝરની કિંમત 18.61 લાખ રૂપિયાથી શરૂ થાય છે.


આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube