નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની વીવોએ ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે કંપનીનો વીવો એસ1 પ્રો 4 જાન્યુઆરીના રોજ ભારતમાં લોન્ચ થશે. અમેઝોનની વેબસાઇટ પર માઇક્રોસાઇટે પણ પુષ્ટિ કરી છે કે આ જલદી જ ભારતમાં 1 પ્રો વેચવા માટે ઇ-રિટેલર્સમાંથી એક હશે. આ ડિવાઇસને પહેલાં ફિલીપાઇન્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ વોટરડ્રોપ નોચ અને ડાયમંડ શેપ ક્વોડ કેમેરા સાથે આવે છે. ફોનમાં કદાચ ફૂલ એચડી પ્લસ રિસોલ્યૂશન સપોર્ટ સાથે 6.38 ઇંચ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમાં 8જીબી સ્ટોરેજ સાથે સ્નૈપડ્રગન 655 એસઓસી આપવામાં આવી રહી છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020માં ધૂમ મચાવવા તૈયાર છે આ Smartphones, જાણો કિંમત અને ફીચર


ઓપ્ટિક્સની વાત કરવામાં આવે તો ફોનમાં 48 એમપી પ્લસ 2 એમપી સેનસર્સ ડાયમંડ શેપ ક્વાડ કેમેરા સેટઅપ સાથે આપવામાં આવ્યો છે. ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેમાં 32 એમપીનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન 4500 એમએએચની બેટરી સાથે-સાથે 18 વોટ ફાસ્ટ-ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. ડ્યૂઅલ સિમ સપોર્ટ અને યૂએસબી ટાઇપ-સી પોર્ટ પણ તેમાં જોવા મળશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર ફીચર હોઇ શકે છે. 


વીવો પોતાના નવા ફનટચ ઓએસ-10માં હવામાન સંબંધી ફીચર પર કામ કરી રહી છે, જે ભૂકંપની ચેતાવણી આપવામાં સક્ષમ હશે. વીવો ફનટચ ઓએસના પ્રોજેક્ટ મેનેજર શિઓ ઝુંગે ખુલાસો કર્યો કે તેમની ટીમ પોતાના હાલના ફનટચ કસ્ટમ યૂઆઇના નવા વર્જન ફનટચ ઓએસ-10 પર કામ કરી રહી છે, જેમાં ભૂકંપની ચેતાવણી આપવાના વિકલ્પ પર કામ કરવામાં આવી રહ્યું છે. ફનટચ ઓએસ-10 ને તાજેતરમાં જ વીવો પ્રોસેસ ડેમોન ટેક્નોલોજી, એપ્લિકેશન શેરીંગ, ડેસ્કટોપ આઇકોન અને એનીમેશન ઇફેક્ટ્સ જેવી સુવિધાઓ સાથે રિલીઝ કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube