Good News! WhatsApp ને બે ડિવાઇસમાં વાપરી શકશો, જાણો કનેક્ટ કરવાની સમગ્ર પ્રોસેસ
WhatsApp પર નવી સુવિધા ઉમેરાઇ રહી છે, જેની ટેસ્ટિંગ ચાલી રહી છે. આ નવી સુવિધા યૂઝર્સને પોતાના એકાઉન્ટને એન્ડ્રોઇડ ટેબલેટની માફક સેકન્ડરી ડિવાઇસ જોડવાની સુવિધા આપશે. આવો જાણીએ તેના વિશે...
WhatsApp સમયાંતરે નવા ફીચર્સ લઇને યૂઝર્સના એક્સપીરિયન્સને વધારે છે. આ વર્ષે પણ ઘણા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. હવે વોટ્સએપ પર નવી સુવિધા ઉમેરાઇ રહી છે, જેનું સ્ટેટિંગ ચાલી રહ્યું છે. આ નવી સુવિધા યૂઝર્સને પોતાના એકાઉન્ટને એંડ્રોઇડ ટેબલેટ્ની માફક સેકન્ડરી ડિવાઇસ સાથે જોડવાની સુવિધા આપશે. હાલ આ સુવિધા ફક્ત વોટ્સએપ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. આવો જાણીએ તેના વિશે.
શું છે પ્રોસેસ
Android Authority ના રિપોર્ટ અનુસાર નવી સુવિધા યૂઝર્સને પોતાના વોટ્સએપ એકાઉન્ટને સ્માર્ટફોન વડે પ્લેટફોર્મના એન્ડ્રોઇડ ટેબલેટ એપ સાથે લીંક કરવું પડશે. સીધા શબ્દોમાં સમજીએ તો સેકન્ડરી એન્ડ્રોઇડ ડિવાઇસ પર અલગ વોટ્સએપ એકાઉન્ટની જરૂર નહી પડે. જ્યારે યૂઝર પોતાના ટેબલેટ પર વોટ્સએપને અપડેટ કરી લેશે તો તેમને તેમની ફોન એપ વડે ટેબલેટ એપ પર એક ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે કહેવામાં આવશે.
આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?
જલદી આવશે 'મેસેજ યોરસેલ્ફ' ફીચર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે લિકિંગ પ્રોસેસ પુરી થઇ જશે તો વોટ્સએપ યૂઝર્સને ચેટને ટેબલેટ એપમાં ટ્રાંસફર કરી દેશે અને પછી ત્યાંથી તમે પણ ચેટિંગ ચાલુ રાખી શકશો. તમને જણાવી દઇએ કે વોટ્સએપ ખૂબ જલદી 'મેસેજ યોરસેલ્ફ' ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સમાચારોનું માનીએ તો તેને થોડા અઠવાડિયામાં લાઇવ કરી દેવામાં આવશે.
વોટ્સએપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોટ્સ, રિમાઇન્ડર અને અપડેટ મોકલવા માટે આ પોતાની સાથે 1:1 ચેટ છે. વોટ્સએપ પર, યૂઝર પોતાની ટૂ-ડૂ લિસ્ટને પ્રતિબંધ કરવા માટે નોટ્સ, રિમાઇન્ડર શોપિંગ લિસ્ટ અને અન્ય વસ્તુઓને પોતાને મોકલી શકો છો.
(ઇનપુટ- આઇએએનએસ)
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube