શાઓમીએ લોન્ચ કર્યું સસ્તું ફુલ HD TV, ખાસ છે આ ફીચર
Xiaomi એ પેચવાલ (Patchwall) ઇન્ટરફેસની સાથે વધુ એક સ્માર્ટ ટીવીની લોન્ચ કર્યું છે. . Xiaomi Mi TV E43K, ચીનમાં લોન્ચ થઈ ચુક્યુ છે. નામ અનુસાર તેમાં 43 ઇંચની સ્ક્રીન છે.
નવી દિલ્હીઃ આ ખિસ્સા પર ભારે ન પડનાર Xiaomi Mi TV E43K છે, જેમાં 1080p ડિસ્પ્લે પેનલ છે. ચીનની બજારમાં તેની કિંમત RMB 1,099 (લગભગ 11,000 રૂપિયા) છે.
Xiaomi એ પેચવાલ (Patchwall) ઇન્ટરફેસની સાથે વધુ એક સ્માર્ટ ટીવીની લોન્ચ કર્યું છે. . Xiaomi Mi TV E43K, ચીનમાં લોન્ચ થઈ ચુક્યુ છે. નામ અનુસાર તેમાં 43 ઇંચની સ્ક્રીન છે. આ ટીવીમાં બેજેલ-લેસ ડિઝાઇન અને ફુલ એચડી રિઝોલ્યુશન ખુબ ઓછી કિંમતે મળી રહ્યું છે.
Xiaomi Mi TV E43K, બજેટ ફ્રેન્ડલી છે. જેમાં 1080pની પેનલ છે, ચીનમાં આ ટીવીને ખરીદવા માટે ગ્રાહક Xiaomiyoupin પર જઈ શકે છે. હજુ તેના વિશે જાણકારી નથી કે આ ટીવી અન્ય દેશોમાં ક્યારે ઉપલબ્ધ થશે.
2.9 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક, નોકરી શોધનારાઓને કરાયા ટાર્ગેટ
Xiaomi Mi TV E43K : ફીચર અને સ્પેસિફિકેશન
Mi TV E43K માં ફુલ HD (1,920x1080 પિક્સલ)ની ડિસ્પ્લે પેનલ છે. આ ટીવી 60Hzના રિફ્રેશ રેટ અને 178 ડિગ્રી વિયુઇંગ એંગલને સપોર્ટ કરે છે. આ TV 1.4 GHzની ક્લોક સ્પીડ વાળા એક ડુઅલ કોર પ્રોસેસર અને Mali-450 MP2 જીપીયૂથી ચાલે છે. શાઓમીએ જણાવ્યું કે, Mi TV માં 1 GB RAM અને 8 GB ની સ્ટોરેજ મેમરી છે. આ ટીવીમાં ઓડિયા આઉટપુટ આપવા માટે બે 8 વોટ સ્પીકર પણ છે.
Mi TV E43K માં બે HDMI પોર્ટ છે. જેમાંથી એક પોર્ટ HDMI ARC (High Definition Audio Return Channel) સપોર્ટ આપે છે. આ ટીવીમાં એક એવી પોર્ટ, બે યૂએસબી પોર્ટ અને એક Ethernet પોર્ટ પણ છે. આ બધા ફીચરની સાથે વાઇફાઇ કનેક્ટિવિટી અને ઇન્ફ્રારેડ ટેક્નોલોજી આ ટીવીમાં ઉપલબ્ધ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube