24 કલાકની અંદર ઈરાકમાં બીજો હુમલો, અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ ઝીંકાયા
ઈરાક (Iraq) અને અમેરિકા (America) વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થવાની જગ્યાએ વધતો જાય છે. બગદાદના ચુસ્ત સિક્યુરિટીવાળા ગ્રીન ઝોનમાં એકવાર ફરીથી રોકેટ હુમલો થયો છે. ઈરાકી સેનાએ આ વાતને સમર્થન આપતા કહ્યું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર કત્યુશા રોકેટ છોડાયા છે.
બગદાદ: ઈરાક (Iraq) અને અમેરિકા (America) વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થવાની જગ્યાએ વધતો જાય છે. બગદાદના ચુસ્ત સિક્યુરિટીવાળા ગ્રીન ઝોનમાં એકવાર ફરીથી રોકેટ હુમલો થયો છે. ઈરાકી સેનાએ આ વાતને સમર્થન આપતા કહ્યું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર કત્યુશા રોકેટ છોડાયા છે. ઈરાકી સેનાએ કહ્યું કે હુમલામાં કોઈ પણ પ્રકારના નુકસાનની ખબર નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ અમેરિકી દૂતાવાસથી લગભગ 100 મીટરના અંતરે એક રોકેટ પડ્યું છે. હજુ કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
આ અગાઉ 5 જાન્યુઆરીના રોજ પણ બગદાદના ગ્રીન ઝોનમાં ઈરાન (Iran) સમર્થક મિલિશિયાએ કત્યુશા રોકેટ છોડ્યા હતાં. કેટલાક રોકેટ અમેરિકી દૂતાવાસની અંદર પણ પડ્યા હતાં. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ હુમલા સમયે ગ્રીન ઝોનની અંદર સાઈરનો વાગી રહી હતી. પોલીસે જણાવ્યું કે એક રોકેટ અમેરિકી દૂતાવાસથી લગભગ 100 મીટરના અંતરે પડ્યું છે.
કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી
ઈરાકી સેનાએ કહ્યું કે ગ્રીન ઝોનની અંદર બે કત્યુશા રોકેટ છોડ્યા છે પરંતુ કોઈ નુકસાન થયું નથી. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ બગદાદમાં સાયરન સાથે બે જોરદાર વિસ્ફોટના અવાજ આવ્યાં. હાલ હજુ કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. ખાસ વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી તે પછી આ રોકેટ હુમલો થયો. અત્રે જણાવવાનું કે બુધવારે વહેલી સવારે ઈરાને ઈરાક સ્થિત અમેરિકી દૂતાવાસ કેમ્પમાં 22 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી.
ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું, 'મિસાઈલ હુમલો એ અમેરિકાના મોઢા પર તમાચો'
આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના હુમલા બાદ બુધવારે રાષ્ટ્રને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકી બેસ પર ઈરાનના હુમલા બાદ પણ બધા સૈનિકો સુરક્ષિત છે અને કોઈ નુકસાન થયું નથી. તેમણે એ પણ દોહરાવ્યું કે જ્યાં સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર મેળવી શકશે નહીં.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube