ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું, 'મિસાઈલ હુમલો એ અમેરિકાના મોઢા પર તમાચો' 

ઈરાન (Iran) ના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામનેઈ (Ayatollah Ali Khamenei) એ કહ્યું કે ઈરાકમાં અમેરિકી (USA) બેસ પર ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોનો હુમલો એક અમેરિકાના મોઢા પર તમાચો છે.

ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું, 'મિસાઈલ હુમલો એ અમેરિકાના મોઢા પર તમાચો' 

નવી દિલ્હી: ઈરાન (Iran) ના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામનેઈ (Ayatollah Ali Khamenei) એ કહ્યું કે ઈરાકમાં અમેરિકી (USA) બેસ પર ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોનો હુમલો એક અમેરિકાના મોઢા પર તમાચો છે. ઈરાકમાં અમેરિકી બેસ પર ઈરાનના હુમલા બાદ ત્યાના મીડિયાએ મોટો દાવો કર્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યાં મુજબ 15 મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં 80 લોકો માર્યા ગયાનો ઈરાની મીડિયાનો દાવો છે. અમેરિકાના અનેક વિમાનો પણ નષ્ટ થયા તેવું તેમનું કહેવું છે. આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફે કહ્યું કે અમે યુદ્ધ ઈચ્છતા નથી પરંતુ આત્મરક્ષા કરીશું. અમે આત્મરક્ષામાં હુમલો કર્યો. તેમણે કહ્યું કે અમેરિકાએ કાયરતાથી હુમલો કરીને અમારા નાગરિકો અને સૈનિકોને માર્યા. યુએનના ચાર્ટર 53 હેઠળ આ હુમલો થયો. આ બાજુ ઈરાકી સેનાએ આ મુદ્દે કહ્યું કે 22 મિસાઈલો છોડી. હુમલામાં ઈરાકના કોઈ પણ સૈનિકનું મોત થયું નથી. 

શું કહ્યું સર્વોચ્ચ નેતાએ?
અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ આજે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામનેઈએ દેશને સંબોધન કર્યું. એટેકને ઈરાનની મોટી સફળતા ગણાવતા તેમણે કહ્યું કે અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ અમે હંમેશા સંઘર્ષ કર્યો છે. સર્વોચ્ચ નેતાએ કહ્યું કે હુમલો સફળ રહ્યો અને ગત રાતે અમે અમેરિકાના ઘમંડ પર તમાચો માર્યો છે. તેમણે જનરલ કાસિમ સુલેમાનીની હત્યાને શહાદત ગણાવતા કહ્યું કે ઈરાન ક્યારેય તેમના યોગદાનને ભૂલી શકશે નહીં. 

અમેરિકી બેસ પર હુમલાને સફળ ગણાવ્યો
ખામનેઈએ ઈશ્વરનું નામ લેતા કહ્યું કે આજે અમેરિકી બેસ પર ઈરાનના બહાદુર અને સાહસિક સૈનિકોએ સફળ આક્રમણ કર્યું. તેમણે કહ્યું કે અમારો સંઘર્ષ સતત ચાલુ છે અને અમે શક્તિશાળી તાકાતો વિરુદ્ધ સંઘર્ષ માટે એકજૂથ થઈ રહ્યાં છે. ઈરાન ક્યારેય નબળું પડવાનું નથી અને ક્યારેય હાર માનવાનું નથી. ઈરાન સાથે જે પણ થયું અમે તેને ક્યારેય ભૂલી શકવાના નથી. 

સુલેમાનીના યોગદાનને સર્વોચ્ચ નેતાએ કર્યુ યાદ
ખામનેઈનું સંબોધન સાંભળવા માટે હાજર લોકોમાંથી અનેક લોકો પોતાની સાથે સુલેમાનીની તસવીર લઈને આવ્યાં હતાં. સુલેમાનીને યાદ કરતા ઈરાનના સર્વોચ્ચ નેતા ભાવુક થઈ ગયા હતાં. તેમણે  કહ્યું કે 'તેઓ મહાન સાહસિક વ્યક્તિ હતાં અને તેમણે આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ કર્યો. તેમના ચહેરા તરફ તમે જુઓ, તેમણે ઈરાનના મૂલ્યોને હંમેશા આગળ વધાર્યા, તેઓ અનેક લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત હતાં અને મહાન દેશભક્ત હતાં. આપણે તેમના પવિત્ર આત્માના કરજદાર છીએ.'

આ VIDEO પણ જુઓ...

ઈરાનની ક્રાંતિ હંમેશા જીવિત રહેશે
સર્વોચ્ચ નેતા ખામનેઈએ આ ઘટનાને ઈરાનની ક્રાંતિ ગણાવી અને કહ્યું કે આ સફર ચાલુ રહેશે. ખામનેઈએ કહ્યું કે અમારા વિશે વિશ્વમાં કેટલાક લોકો જૂઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે. અમે હાર માનનારા લોકોમાંથી નથી અને અહીં અટકવાના પણ નથી. અમે સતત અમારો સંઘર્ષ ચાલુ રાખીશું. ખામનેઈના આમ કહ્યાં બાદ ત્યાં હાજર લોકોએ ઈરાની ભાષામાં અમેરિકાના મોતના નારા પણ લગાવ્યાં. ખામનેઈએ કહ્યું કે અમેરિકી બેસ પર હુમલો કરીને આજે અમે તેમના ઘમંડ પર ચમાચો માર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news