ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં ઈરાનને સંભળાવ્યું, ‘હું રાષ્ટ્રપતિ છું ત્યા સુધી તમારું પરમાણુ શક્તિનું સપનુ પૂરુ નહિ થાય...’

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનની સાથે સંઘર્ષના મુદ્દા પર બુધવારે 11 કલાકે (ભારતીય સમયાનુસાર રાતે સાડા નવ કલાકે) એક સંબોધન કરશે. આ જાણકારી વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવી છે. ઈરાન (Iran) દ્વારા કાલે રાત્રે અમેરિકન સેનાને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલી પ્રતિક્રીયા લોકો સામે આવશે. જોકે, ઈરાનના મિસાઈલ હુમલા બાદ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, બધુ યોગ્ય છે. 

Updated By: Jan 8, 2020, 10:37 PM IST
ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં ઈરાનને સંભળાવ્યું, ‘હું રાષ્ટ્રપતિ છું ત્યા સુધી તમારું પરમાણુ શક્તિનું સપનુ પૂરુ નહિ થાય...’

નવી દિલ્હી :અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનની સાથે સંઘર્ષના મુદ્દા પર એક સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ઈરાન (Iran) દ્વારા કાલે રાત્રે અમેરિકન સેનાને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો તેના મુદ્દે હતા. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલી પ્રતિક્રીયા લોકો સામે આવી હતી. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંબોધનમાં કહ્યું કે, ઈરાન દ્વારા કાલે રાત્રે કરાયેલા હુમલામાં કોઈ પણ અમેરિકનને નુકશાન પહોંચ્યું નથી. કોઈ જાનહાનિ થઈ નથી. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. માત્ર અમારા સૈન્ય એરિયાને કેટલુક નુકશાન પહોંચ્યું છે. 

અન્ય દેશોએ અમને સાથ આપવો જોઈએ
ટ્રમ્પ બોલ્યા કે, જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ઈરાનની પરમાણુ હથિયાર રાખવાની પરમિશન ક્યારેય નહિ આપવામાં આવે. અમે ઈરાનનું પરમાણુ શક્તિ બનવાનુ સપનુ પૂરુ નહિ થવા દઈએ. ઈરાનની વિરુદ્ધ ચીન, રશિયા, ફ્રાન્સ અને બ્રિટને અમારો સાથ આપવો જોઈએ. તેમણે કહ્યું કે, ઈરાની કમાન્ડર કાસીમ સુલેમાની અમેરિકાની વિરુદ્ધ મોટુ ષડયંત્ર રચી રહ્યો હતો. અમે બગદાદીને પણ માર્યો હતો.

ઈરાનનુ પરમાણુ શક્તિ બનવાનું સપનુ પૂરુ નહિ થવા દઈએ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન પર કડક પ્રતિબંધ લાગુ રહેશે, સાથે જ ઈરાન પર નવા પ્રતિબંધ પણ લગાવવામાં આવશે. ઈરાનનું પરમાણુ શક્તિ બનવાનું સપનુ ક્યારેય પૂરુ નહિ થાય.   

અમે તેલમાં નંબર 1 છીએ, મધ્ય પૂર્વની જરૂર નથી
અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાન પર મધ્ય પૂર્વમાં અશાંતિ અને હિંસા ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, આજે દુનિયામાં તેલ અને ગેસમાં અમે સૌથી મોટા ઉત્પાદક છે. અમારી તેમના પર કોઈ નિર્ભરતા નથી. અમેરિકન સેના બહુ જ સક્ષમ છે. અમને મધ્ય પૂર્વના તેલની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમે તેમની સાથે ડિલ કરીને એક તક આપી હતી. પંરતુ તેઓ અમને આભાર કહેવાને બદલે અમેરિકાના મોતના જ નારા લગાવતા રહ્યાં. ટ્રમ્પે આ સાથે જ ચીન, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોથી ઈરાનની વિરુદ્ધ અમેરિકાની સાથે આવવાની અપીલ કરી છએ. તેમણે કહ્યું કે, ઈરાનની હિંસાથી મધ્ય પૂર્વમાં શાંતિ નહિ આવે.

ખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હવે અમે તમારા પગ કાપીશું...

ઉલ્લેખનીય છે કે, ઈરાન તરફથી આ મિસાઈલ હુમલો ગત સપ્તાહ અમેરિકા દ્વારા ઈરાનના સૌથી મહત્વપૂર્ણ જનરલ કાસીમ સુલેમાનીને મારવાના જવાબમાં કરવામાં આવ્યો હતો. પેન્ટાગોને કહ્યું કે, પ્રારંભિક આકલનથી આ સંકેત મળ્યા કે, ઈરાન દ્વારા ઈરાકમાં બે સ્થળોએ થયેલા મિસાઈલ હુમલામાં કોઈ અમેરિકન નાગરિકનો જીવ ગયો નથી. આ સ્થળે તમામ અમેરિકન સૈનિકો તૈનાત હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વર્લ્ડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....