4 વર્ષના બાળકનું વોશિંગ મશીનમાં ફસાઈ જતાં મોત
અલ-રાવદા નામની ફેમિલી વીલામાં બાળકના દાદી અને તેના કાકા ઘરમાં હતા ત્યારે બાળક રમતો રમતો લોન્ડ્રી રૂમમાં પહોંચી ગયો હતો
દુબઈઃ શહેરના અજમાન વિસ્તારમાં વોશિંગ મશીનમાં ગરમ પાણી ભરેલું હતું એ સમયે એક ચાર વર્ષનો બાળક તેમાં ફસાઈ ગયો હતો. અલ-રાવદા નામની ફેમિલી વીલામાં બાળકના દાદી અને તેના કાકા ઘરમાં હતા ત્યારે બાળક રમતો રમતો લોન્ડ્રી રૂમમાં પહોંચી ગયો હતો.
પોલીસને ઉલ્લેખીને ખલીજ ટાઈમ્સમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, બાળક જ્યારે વોશરને ચાલુ કરવા જઈ રહ્યો હતો ત્યારે તે અચાનક જ ફ્રન્ટ લોડ વોશિંગ મશીનના અંદર ઘુસી ગયો હતો.
ઈન્ટરપોલે મેહુલ ચોક્સી સામે બહાર પાડી રેડ કોર્નર નોટિસ, CBIને મળી સફળતા
પોલીસનું અનુમાન છે કે, કદાચ બાળક મશીનની ઉપર આતુરતાપૂર્વક ચઢવા જતો હશે અને એ પ્રક્રિયામાં તે વોશિંગ મશીનના અંદર ઘુસી ગયો હતો. બાળક જેવો મશીનમાં ઘુસ્યો કે મશીન ચાલુ થઈ ગયું હતું અને તેણે બાળકને ગોળ-ગોળ ફેરવવાનું શરૂ કરી દીધું હતું.
આ બાળકને તેની મમ્મીએ શોધ્યો જ્યારે તે દાદીના ઘરે રહેતા પોતાના પુત્રને લેવા માટે આવી હતી. બાળકના મૃતદેહને બહાર કાઢવા માટે તેના કાકાએ વોશિંગ મશીનનો દરવાજો તોડી નાખ્યો હતો.
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.