લંડન: બ્રિટનના 90 વર્ષના દાદીમા મારગ્રેટ કીનન ( Margaret Keenan)  દુનિયાના પહેલા મહિલા બન્યા છે જેમને કોરોનાની પૂર્ણ વિક્સિત રસી (Corona Vaccine) આપવામાં આવી છે. આજે લંડનમાં એક હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને ફાઈઝર/બાયોએનટેક દ્વારા વિક્સિત કોરોના રસી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: દેશમાં હાંફી રહ્યો છે ઘાતક વાયરસ કોરોના!, તાજા આંકડાથી મળ્યા ખુબ સારા સંકેત


મારગ્રેટ કીનનને મધ્ય ઈંગ્લેન્ડની કોવેન્ટ્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ કોરોનાની રસી આપી. તેમને સ્થાનિક સમય પ્રમાણે 6:31 વાગે કોરોનાની રસી મૂકવામાં આવી. મારગ્રેટ એક સપ્તાહ બાદ પોતાનો 91મો જન્મદિવસ ઉજવવાના છે. 


અત્રે જણાવવાનું કે બ્રિટનમાં આજથી કોરોનાનું રસીકરણ શરૂ થઈ ગયું છે. આ કોરોના રસીકરણને અમેરિકી કંપની ફાઈઝર અને બાયોએનટેકે બનાવી છે. મારગ્રેટ કીનન પહેલી એવી મહિલા છે જેને કોરોનાની પૂર્ણ વિક્સિત રસી અપાઈ છે. આ અગાઉ કોરોના રસીને વિક્સિત કરવા દરમિયાન અનેક લોકોને ટ્રાયલમાં રસી અપાઈ ચૂકી છે. 


Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News


અત્રે જણાવવાનું કે ડિસેમ્બરના અંત સુધીમાં બ્રિટનમાં 4 લાખ લોકોને કોરોના રસી અપાશે. આ માટે બ્રિટન ફાઈઝર બાયોએનટેક પાસેથી રસીના 8 લાખ ડોઝ ખરીદી રહ્યું છે. કોરોનાની ફાઈઝર રસી દરેક વ્યક્તિને બે ડોઝમાં 21 દિવસના સમયગાળામાં અપાય છે. 


મારગ્રેટ કીનન પહેલા જ્વેલરી દુકાનમાં કામ કરી ચૂક્યા છે. તેમણે NHS સ્ટાફને શુભકામના આપતા કહ્યું કે તેમણે મારી ખુબ સેવા કરી છે અને હું તેમની આભારી છું. મારગ્રેટ કીનને લોકોને સલાહ આપતા કહ્યું કે જો કોઈને પણ કોરોનાની રસી આપવામાં આવે તો તેઓ સ્વીકારે. જ્યારે હું 90 વર્ષની ઉંમરે લઈ શકું છું તો તમે પણ લઈ શકો છો. 


અત્રે જણાવવાનું કે બ્રિટનની સરકાર કોરોના રસીનો પહેલો ડોઝ 80 વર્ષની ઉપરના લોકોને આપી રહી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય કર્મીઓ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને પણ કોરોના રસી અપાઈ રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube