Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News

ફાઈઝર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે સોમવારે પોાતના કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે  Drugs Controller General of India માં અરજી કરી છે.

Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News

નવી દિલ્હી: ફાઈઝર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે (bharat biotech) સોમવારે પોાતના કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે  Drugs Controller General of India માં અરજી કરી છે. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. દેશી કોરોના રસી કોવેક્સીન (covaxin )નું ભારત બાયોટેક અને ICMR દ્વારા નિર્માણ થઈ રહ્યું છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે જ આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરેલા ઉદ્ધાટન સમયે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કોરોના રસીની રાહ જોવાઈ રહી છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોને મળીને જરાય એવું ન લાગ્યું કે રસીમાં હજુ વાર છે. આ અગાઉ તેમણે 4 ડિસેમ્બરના રોજ એક સર્વપક્ષીય બેઠકમાં પણ આશા વ્યક્ત કરી હતી કે કોવિડ19ની રસી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ શકે છે. તે જ સાંજે અમેરિકી ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની ભારતીય શાખાએ પણ પોતાની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી. આ અગાઉ આ કંપનીને બ્રિટનમાં અને બહેરીનમાં આ પ્રકારની મંજૂરી મળી ચૂકી છે. 

— ANI (@ANI) December 7, 2020

સીરમ ઈન્સ્ટિટ્યૂટે પણ કરી છે અરજી
સીરમ ઈન્સ્ટિટ્યૂટે ઓક્સફોર્ડની કોવિડ-19 રસી કોવિશીલ્ડ માટે 6 ડિસેમ્બરના રોજ આ અંગે મંજૂરી માંગેલી છે. ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ફાઈઝરની અરજીઓ પર CDSCOમાં કોવિડ 19 પર વિષય વિશેષજ્ઞ સમિતિ આવનારા દિવસોમાં વિચાર કરશે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે જો કે આમાંથી કોઈ પણ અરજી હજુ સમિતિને મોકલાઈ નથી અને તેના અંગે કોઈ તારીખ પણ નક્કી કરાઈ નથી કે ક્યારે સમિતિ અરજીઓનું મૂલ્યાંકન કરવા બેઠક કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news