વોશિંગટનઃ અમેરિકાની રાજનીતિમાં આ દિવસોમાં ચૂંટણીનો રંગ ચઢેલો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન એક-બીજા વિરુદ્ધ નિશાન સાધવામાં કોઈ તક છોડી રહ્યાં નથી. આ ચૂંટણી (US Presidential Elections 2020) પર દુનિયાની નજર રહે છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિનો વૈશ્વિક સ્તર પર ઉંડો પ્રભાવ રહે છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સંકટ જેમ કે યુદ્ધ, વૈશ્વિક મહામારી અને જળવાયુ પરિવર્તનની સ્થિતિમાં. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નવેમ્બરના પ્રથમ સોમવાર બાદ આવનાર પ્રથમ મંગળવારે થાય છે. આ વર્ષે તે 3 નવેમ્બર (US Election 2020) થશે. આવો જાણીએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયા (America President Election Process) સાથે જોડાયેલી ખાસ વાતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. આ બે પાર્ટીઓ વચ્ચે છે ટક્કર
અમેરિકામાં બે-પાર્ટી સિસ્ટમ હોય છે અને રાષ્ટ્રપતિ આ બે પાર્ટીઓમાંથી એકનો હોય છે. રિપબ્લિકન કન્ઝર્વેટિવ પાર્ટી છે અને આ વર્ષે પણ તેમના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) છે. તેને ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી પણ કહે છે. હાલના વર્ષોમાં તેણે ટેક્સ, હથિયારોના અધિકાર અને ઇમિગ્રેશન પ્રતિબંધના મુદ્દા પર ધ્યાન આપ્યું છે. પહેલા જોર્જ બુશ, રોનલ્ડ રીગન અને રિચર્ડ નિક્સન રિપલ્બિકન રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. 


તો ડેમોક્રેટ લિબરલ પાર્ટી છે અને તેમના ઉમેદવાર જો બાઇડેન  (Joe Biden) છે. ડેમોક્રેટ સિવિલ રાઇટ્સ, ઇમિગ્રેશન અને જળવાયુ પરિવર્તનના મુદ્દા પર ધ્યાન આપે છે. ડેમોક્રેટ્સનું માનવું છે કે સરકારની ભૂમિકા લોકોને વીમો આપવા જેવા કામો સાથે જોડાયેલી હોય છે. જોન એફ કેનેડી અને બરાક ઓબામા ડેમોક્રેટ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. 


2. કઈ રીતે થાય છે ચૂંટણી?
અમેરિકામાં જે ઉમેદવારને વધુ મત મળે છે, તેની જીત થાય, તે નક્કી ન થાય. હકીકતમાં ઉમેદવાર ઇલેક્ટોરલ કોલેજના મતને જીતવાનો પ્રયાસ કરે છે. દરેક સ્ટેટને તેની વસ્તુના આધાર પર ઇલેક્ટોરલ કોલેજ મળે છે. તેની કુલ સંખ્યા 538 હોય છે અને જીતનાર ઉમેદવારને 270થી વધુ મત જીતવાના હોય છે. એટલે કે જ્યારે લોકો મતદાન કરે છે તો તે દેશના રાષ્ટ્રપતિ નહીં પોતાના સ્ટેટના પ્રતિનિધિ ચૂંટતા હોય છે. આ વર્ષે House ની 435 સીટો અને Senateની 33 સીટો પર ઉમેદવાર ભાગ્ય અજમાવશે. 


3. કોણ કરી શકે છે મતદાન?
અમેરિકામાં 18 વર્ષથી ઉપરના નાગરિક રાષ્ટ્રપતિ પદ માટે મત આપી શકે છે. ઘણા રાજ્યોએ એવો નિયમ બનાવ્યો છે કે વોટરોએ પોતાની ઓળખ દેખાડવી પડે છે. રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે વોટિંગના ફ્રોડથી બચવા માટે આમ કરવું જરૂરી હોય છે. તો ડેમોક્રેટ્સનું કહેવું છે કે, તેનાથી એવા લોકો મત આપવાથી વંચિત રહે છે જેની પાસે કોઈ ઓળખ પત્ર ન હોય.


આ 9 કોરોના વેક્સિનની ચાલી રહી છે છેલ્લા તબક્કાની ટ્રાયલ, જલદી મળી શકે છે ખુશખબર  


4. કઈ રીતે થાય છે મતદાન?
આમ તો દેશમાં મોટાભાગના વોટ પોલિંગ સ્ટેશન પર પડે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે તેમાં ફેરફાર જોઈ શકાય છે. વર્ષ 2016ની ચૂંટણીમાં 21 ટકા મતદાતાઓએ પોસ્ટથી મતદાન કર્યું હતું. આ વખતે પણ આમ જોવા મળી શકે છે. મોટા ભાગના નેતા પોસ્ટલ બેલેટના ઉપયોગ માટે કહી રહ્યાં છે પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ કહેવુ છે કે તેનાથી ફ્રોડ થવાની સંભાવના વધુ છે. 


5. રાષ્ટ્રપતિ ક્યારે લે છે શપથ?
સામાન્ય રીતે દરેક મતને ગણવામા ઘણા દિવસ લાગે છે, પરંતુ કોણ જીતશે તેનો અંદાજ ચૂંટણીના આગલા દિવસે લાગી જાય છે. આ વર્ષે સમય વધુ વધી શકે છે કારણ કે કોરોના વાયરસને કારણે પોસ્ટલ બેલેટની સંખ્યા વધવા પર ગણવામાં સમય વધી શકે છે. નવા રાષ્ટ્રપતિને ચાર વર્ષના કાર્યકાળ માટે પદના શપથ 20 જાન્યુઆરીએ અપાવવામાં આવશે. આ સમારોહને Inauguration કહે છે જે વોશિંગટન ડીસીની Capitol ઇમારતમાં થાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube