આ 9 કોરોના વેક્સિનની ચાલી રહી છે છેલ્લા તબક્કાની ટ્રાયલ, જલદી મળી શકે છે ખુશખબર
કોરોના મહામારી (Coronavirus)એ દુનિયા ભરમાં ઉથલ-પાછલ મચાલી છે. સામાન્ય જીવન માટે લોકોને એક જ વસ્તુ નજર આવી રહી છે અને તે છે વેક્સિન. ન માત્ર લોકો પરંતુ સરકારો પણ કોરોના વેક્સિનની રાહ જોઈ રહી છે. આ વચ્ચે અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યાં છે.
Trending Photos
જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થાની અપડેટેડ (WHO List of Corona Vaccine) યાદી પ્રમાણે આ સમયે વિશ્વભરમાં 9 વેક્સિનની ત્રીજા તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે. પાછલા 8 મહિનાથી કોરોના મહામારીએ વિશ્વભરમાં તબાહી મચાવી છે. એક મહિના બાદ ડેટા રિલીઝ કરવામાં આવશે કે શું આ વેક્સિન (Corona Vaccine Latest Update) તત્કાલ મંજૂરી માટે તૈયાર છે કે નહીં. આ બાબત જોતા એટલું કહી શકાય કે આગામી મહિને કોરોના વેક્સિનને લઈને મોટી ખુશખબર મળી શકે છે.
આ છે તે 9 વેક્સિન, જેનાથી બંધાઈ રહી છે આશા
WHOના લિસ્ટમાં જે 9 વેક્સિનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે છે- એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ, કૈન્સિનો, ગમલેયા ઇન્સ્ટિટ્યૂટ, જૈનસેન ફાર્મા, સિનોવેક સિનોફાર્મા (2 વેક્સિન), મોડેરેના અને Pfizer/BioNTech સામેલ છે.
ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા વેક્સિન
ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકાની ChAdOx1ને રેસમાં આગળ માનવામાં આવી રહી છે પરંતુ વચ્ચે સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા બાદ તેની ટ્રાયલ રોકવામાં આવી હતી. બાદમાં ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવી. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઉત્પાદન માટે તેની સાથે ભાગીદારી કરી છે. દાવો છે કે 2021 સુધી તે વેક્સિન ઉપલબ્ધ થઈ જશે.
Pfizer/BioNTech
અમેરિકી કંપની ફાઇઝર અને જર્મનીની કંપની બાયોએનટેકની વેક્સિન પણ અંતિમ તબક્કામાં છે. કંપનીએ કહ્યું છે કે જો ટ્રાયલ સફળ રહે તો ઓક્ટોબરના અંત સુધી તેને સરકારની મંજૂરી મળી શકે છે.
ચીનની વેક્સિન પણ અંતિમ તબક્કામાં
ચીનની કંપની કૈન્સિનો ઓફ બાયોલોજિક્સની વેક્સિન Ad5-nCoV ની ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સિન ડિસેમ્બર સુધી બજારમાં આવી શકે છે. આ સિવાય ચીનમાં સિનોવૈક બાયોટેક ફાર્મા કંપનીની કોરોનાવૈક વેક્સિનની પણ ટ્રાયલ ચાલી રહી છે. વર્ષના અંત સુધીમાં આ વેક્સિનને બજારમાં ઉતારવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
રશિયાના ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ વેક્સિનની અંતિમ તબક્કાની ટ્રાયલ કરી રહી છે. પરંતુ તેણે ઓગસ્ટમાં સ્પૂતનિક વી વેક્સિનને લોન્ચ કરી દીધી. ભારતના ડો. રેડ્ડીઝ લેબે આ વેક્સિન માટે કરાર કર્યો છે અને કંપનીને 10 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે.
જોનસન એન્ડ જોનસન વેક્સિન
જોનસ એન્ડ જોનસનની ફાર્મા કંપનીએ અત્યાર સુધી ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરી નથી પરંતુ જલદી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ બ્રિટનની સાથે કરાર કર્યો છે જે હેઠળ બ્રિટનને 10 કરોડ ડોઝ આપવામાં આવશે.
મોડર્ના
મોડર્નાની વેક્સિનની પણ અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે. આ અમેરિકી કંપની છે. તેની ટ્રાયલમાં 30 હજારથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા. કંપનીએ ડિસેમ્બર સુધી વેક્સિન ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે