વોશિંગટનઃ આગામી સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળવા જઈ રહેલા જો બાઈજેને પોતાનો ખજાનો ખોલી દીધો છે. કોરોના વાયરસની મહામારીનો સૌથી મોટો શિકાર બનેલા દેશ માટે બાઇડેને 1.9 ટ્રિલિયન ડોલર (આશરે 139 લાખ કરોડ)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રીતે દરેક અમેરિકી નાગરિકોને 1400 ડોલર (આશરે એક લાખ ભારતીય રૂપિયા)ની સીધી મદદ આપવામાં આવશે. મહામારીને કારણે ખરાબ થયેલી આર્થિત સ્થિતિને સુધારવાના ઈરાદાથી આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને શું મળશે?
અમેરિકી લોકોને આર્થિક મદદ, વેપારમાં સહારો આપવા અને નેશનલ વેક્સિન પ્રોગ્રામમાં તેજી લાવવી આ પેકેજનો ઉદ્દેશ્ય હશે. ગુરૂવારે જાહેર કરાયેલા રાહત પેકેજમાં415 અબજ ડોલર કોવિડ-19નો સામનો કરતા, એક ટ્રિલિયનથી વધુ સીધા લોકો અને પરિવારોની મદદ અને 440 અબજ ડોલર વ્યાપારમાં સહાયતા માટે આપવામાં આવશે. પાછલા મહિને લાગૂ કરાયેલા રાહત બિલમાં યોગ્ય કરદાતાઓ અને તેના પર આશ્રિત 17 વર્ષથી ઓછી ઉંમરના પરિવારોને 600 ડોલરની મદદની જોગવાઈ હતી. નવા પેકેજમાં તેની સાથે-સાથે હવે બધા આશ્રિતોને 1400 ડોલરની સીધી આર્થિક મદદ પહોંચાડવામાં આવશે. 


આ પણ વાંચોઃ Corona Vaccine: નોર્વેમાં આ કોરોના રસી મૂકાવ્યા બાદ 13 લોકોએ જીવ ગુમાવ્યા


શું બોલ્યા બાઈડેન?
આ 'અમેરિકન રેસ્ક્યૂ પ્લાન'માં 20 અબજ ડોલર નેશનલ વેક્સિનેશન પ્રોગ્રામ અને 50 અબજ ડોલર કોરોના વાયરસ ટેસ્ટિંગ પર ખર્ચ કરવામાં આવશે. બાઈડેને કહ્યુ કે, 'તે સમજવુ મુશ્કેલ નથી કે આપણે ઘણી પેઢીઓમાં આવનાર સ્વાસ્થ્ય સંકટ વચ્ચે ઘણી પેઢીઓમાં એકવાર થનારા આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છીએ. અમારી આંખોની સામે મનુષ્યો મુશ્કેલીમાં છે. હવે રાહ જોવાનો સમય નથી.' બાઈડેનનું કહેવું છે કે અર્થશાસ્ત્રી પણ કહી રહ્યાં છે કે હાલ પગલા ભરવા પડશે. 


અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે મહામારીએ દેશમાં 2.33 કરોડ લોકોને પોતાની ઝપેટમાં લીધા છે અને આશરે 4 લાખ લોકોના મૃત્યુ થયા છે. લાખો અમેરિકી નાગરિકોએ નોકરીઓ ગુમાવી છે, જેથી આર્થિક સંકટ પેદા થયું છે, સાથે સામાજિક સન્માનને પણ નુકસાન પહોંચ્યું છે. 1.8 કરોડ અમેરિકી બેરોજગારી વીમા પર આશ્રિત છે અને 4 લાખ નાના બિઝનેસ બંધ થયા છે. ઓછામાં ઓછા 1.4 કરોડ લોકો ઘરનું ભાડુ આપી શકતા નથી, જેથી તેના માથા પર છત હટવાનો ખતરો છે. 


આ પણ વાંચોઃ Earthquake: ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ, અનેક ઘાયલ


ઐતિહાસિક રોકાણની તૈયારીમાં જો બાઈડેન
પ્રથમવાર કોંગ્રેસ (સંસદ)ના જોઈન્ટ સેશનની સામે જવા પર તેઓ 'બિલ્ડ બેક બેટર રિકવરી પ્લાન'ને રજૂ કરશે. તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિર્માણ, ઇનોવેશન, રિસર્ચ, ડેવલોપમેન્ટ અને ક્લીન એનર્જીમાં ઐતિહાસિક રોકાણ કરવામાં આવશે. કારીગરોને જરૂરી કૌશલ્ય અને ટ્રેનિંગ માટે રોકાણ કરવામાં આવશે, જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જીત મળી શકે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછલા મહિને 900 અબજ ડોલરના રાહત બિલ પર સહી કરી હતી.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube