Earthquake: ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ, અનેક ઘાયલ

ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે.

Earthquake: ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ, અનેક ઘાયલ

જાકાર્તા: ઈન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં શુક્રવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈન્ડોનેશિયાની Disaster Reduction Agencyએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 રહી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે. 

સુનામી અંગે કોઈ ચેતવણી નહીં
ભૂંકપનું કેન્દ્ર મજાના શહેરથી 6 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં જણાવાઈ રહ્યું છે. કહેવાય છે કે લગભગ 7 સેકન્ડ સુધી આંચકા મહેસૂસ થયા. પરંતુ ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની ચેતવણી જારી કરાઈ નથી. આ અગાઉ ગુરુવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news