નવી દિલ્હીઃ  હાલ અમેરિકાનું કેલિફોર્નિયા વિકરાળ આગનો સામનો કરી રહ્યો છે. આગ એટલી ભયંકર છે કે એક મિનિટમાં ફૂટબોલના બે મેદાન જેટલા વિસ્તારને રાખ કરી રહી છે. જંગલોમાં લાગેલી આગ હવે હોલીવુડ સુધી પહોંચી જતાં અનેક હોલીવુડ સિતારાઓના ઘર આગમાં ખાક થઈ ગયા છે. કેવું છે કેલિફોર્નિયામાં લાગેલી આગનું તાંડવ, જોઈએ આ રિપોર્ટમાં,,,,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના કેલિફોર્નિયામાં હાલ જાણે આગનું તાંડવ ચાલી રહયું છે. દક્ષિણી કેલિફોર્નિયાના એક મોટા વિસ્તારને આ ભીષણ આગે પોતાની ચપેટમાં લઈ લીધી છે. બે દિવસ પહેલાં જંગલોમાં લાગેલી આગે હવે એટલું વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધુ છે કે અમેરિકી સરકારે કટોકટીની ઘોષણાની ઘોષણા કરી દીધી છે. 


અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકના ત્રણ વિસ્તારોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. મંગળવારે સૌથી પહેલાં સવારે 10 વાગ્યે પેસિફિક પેલિસેડ્સમાં, ઈટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી. 


એકસાથે 3 જંગલોમાં લાગેલી આગ એટલી ઝડપથી પ્રસરી કે ગણતરીના કલાકોમાં જ હજારો એકરના જમીન, જંગલ અને ઘર આગની ચપેટમાં આવી ગયા. જંગલોમાં લાગેલી આગ રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતાં લોકોમાં જાણે રીતસરની અફરાતફરી મચી હતી. લોકો ગમે તેમ કરીને પોતાના ઘર છોડીને ભાગવા લાગ્યા હતા. આગ એટલી ઝડપથી આગળ વધી રહી છે કે લોકોને પોતાની ઘરવખરી ભેગી કરવાનો પણ સમય મળી રહ્યો નથી. ત્યારે આ ભીષણ આગમાં અનેક ઘરોની સાથે સાથે લાખો રૂપિયાની લોકોની લઝ્યુરિયસ કારો પણ બળીને રાખ થઈ ગઈ છે. 
  
અમેરિકાનું કેલિફોર્નિયા શહેર સૌથી મોટું શહેર છે. કેલિફોર્નિયાની વસ્તી જ 1 કરોડથી વધુની છે. ત્યારે અમેરિકાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ગઢ ગણાતા દક્ષિણી કેલિફોર્નિયાના રોશનીથી ઝગમગતા શહેરો પર હાલ જંગલની આગ પ્રલય ફેલાવી રહી છે. 


કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ હવે હોલીવુડ હિલ્સ સુધી પહોચી ગઈ છે. હોલીવુડ હિલ્સ એક જાણીતી જગ્યા છે. અહીં બોલીવુડની ફિલ્મ બનાવવાના અનેક સ્ટુડિયો આવેલા છે. એટલું જ નહીં અહીના પાસાડેના અને પેસિફિક પૈલિસેડ્સમાં હોલીવુડની જાણીતી હસ્તીઓના ઘર અને બંગલો આવેલા છે. ત્યારે અમેરિકાના લોસ એન્જેલસ અને તેની આસપાસ લાગેલી આ ભીષણ આગમાં બિલી ક્રિસ્ટલ, મૈન્ડી મૂર અને પેરિસ હિલ્ટન સહિત અનેક હોલીવુડ સ્ટારના બંગલો બળીને ખાક થઈ ગયા છે. તો બોલીવુડ અભિનેત્રી અને હાલ કેલિફોર્નિયામાં રહેતી પ્રિયંકા ચોપડા અને નોરા ફતેહીને પણ પોતાના ઘર ખાલી કરી દેવા માટે આદેશ આપી દેવાયો છે. 


આ પણ વાંચોઃ Mata Hari: વિશ્વની સૌથી સુંદર જાસૂસ, જેની દુશ્મનો પણ કરતા હતા પ્રશંસા


અમેરિકીના કેલિફોર્નિયા ફાયર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે આગ કાબૂમાં ન આવવાના કારણોની વાત કરીએ તો ભારે હવાના કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે.તોફાની પવનોના કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પવનની દિશા વારંવાર બદલાતા આગ અલગ અલગ જગ્યાએ પ્રસરી છે.


એટલે કે ભીષણ આગના પ્રકોપ વચ્ચે તોફાની પવનો પણ મુશ્કેલી વધારી રહ્યા છે. આગના કારણે માત્ર જાનમાલને જ નુકસાન થયું નથી, પરંતુ પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આગમાં સેંકડો વૃક્ષો અને પ્રાણીઓ બળીને રાખ થઈ ગયા છે.


જંગલોથી શરૂ થયેલી આગ તેજ હવાઓના કારણે શહેરો તરફ ઝડપથી આગળ વધી રહી છે. કેલિફોર્નિયાનો 5 હજાર હેક્ટરથી પણ વધુનો વિસ્તાર આ ભીષણ આગની ચપેટમાં આવી ગયો છે. આગના તાંડવમાં 1100 બિલ્ડિંગ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે. તો 28 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 50 હજાર લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. સાથે જ 3 લાખથી વધુ લોકોને પોતાના ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપી દેવાઈ છે. 


ફેલિફોર્નિયાના પ્રચંડ આગના તાંડવથી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના ઈટલીનો પ્રવાસ રદ કરી દીધો છે. સાથે જ જલદીમાં જલદી આગ પર કાબૂ મેળવવા માટે તંત્રને આદેશ કરી દીધો છે.