Mata Hari: વિશ્વની સૌથી સુંદર જાસૂસ, જેની દુશ્મનો પણ કરતા હતા પ્રશંસા
Mata Hari: જાસૂસીની દુનિયામાં માતા હારીનું નામ સૌથી આગળ આવે છે. આજ સુધી તે વાતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તે જર્મન જાસૂસ હતી કે ફ્રાન્સની. 7 ઓગસ્ટ 1876ના નેધરલેન્ડમાં જન્મેલી માર્ગરેટ જેલે દુનિયાભરમાં એક ડાન્સર તરીકે જાણીતી હતી. પરંતુ તેનું મુખ્ય કામ જાસૂસી કરવાનું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન માતા હારીને જર્મની માટે જાસૂસી કરવાના આરોપમાં તેને ગોળીઓથી વીંધી નાખવામાં આવી હતી.
mata hari
માર્ગારેટ જેલે એક દુકાનદારની પુત્રી હતી જેણે તેની યુવાનીમાં પરિવારના તમામ પૈસા ઉડાવી દીધા હતા. તેના માતાપિતાના છૂટાછેડા અને 1891 માં તેની માતાના મૃત્યુ પછી, માર્ગારેટ તેના સંબંધીઓ સાથે રહેતી હતી. વર્ષ 1895 માં, તેણીના લગ્ન કેપ્ટન રુડોલ્ફ મેકલીગ સાથે થયા હતા, જેઓ ડચ આર્મીમાં અધિકારી હતા. ઘણા અહેવાલો અનુસાર, રુડોલ્ફ હિંસક હતો અને તેણે માર્ગારેટને સિફિલિસથી ચેપ લગાવ્યો હતો. બંનેને બે બાળકો હતા, જોકે તેમના એક બાળકનું મૃત્યુ થયું હતું. યુરોપથી પાછા ફર્યા પછી, માર્ગારેટ અને તેના પતિએ 1906 માં છૂટાછેડા લીધા. માર્ગારેટને તેના બાળકની કસ્ટડી મળી, પરંતુ રુડોલ્ફે બાળકનો ખર્ચ ચૂકવવાની ના પાડી. આ કારણે માર્ગારેટને તેના બાળકને રુડોલ્ફ સાથે છોડવું પડ્યું.
mata hari
પોતાની પુત્રીને મળવાની ઈચ્છાને કારણે માર્ગરેટ પૈસા કમાવા લાગી. તે માટે તેણે ડાન્સ પ્રોફેશનની પસંદગી કરી હતી. વર્ષ 1905માં તેણે લેડી મેકલોડના નામથી પ્રોફેશનલ ડાન્સર તરીકે શરૂઆત કરી. ત્યારબાદ તેણે પોતાનું નામ માતા હારી રાખી લીધું હતું. પેરિસમાં ડાન્સર તરીકે માતા હારીને ખુબ સફળતા મળી. ધીમે-ધીમે તેના ચાહકોની સંખ્યા વધવા લાગી, જેમાં મોટા ભાગના મિલિટ્રી અધિકારીઓ હતા.
mata hari
રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 1915માં નેધરલેન્ડમાં રહેવા દરમિયાન એક જર્મન દૂતે તેને આગામી ફ્રાન્સ ટ્રિપ દરમિયાન કેટલીક જાણકારી ભેગી કરવાના બદલામાં પૈસા આપવાની રજૂઆત કરી. માતા હારી ફ્રાન્સમાં ઝડપાઈ હતી. તેણે પૈસાના બદલામાં જાણકારી ભેગી કરવાની વાત સ્વીકારી, પરંતુ તેનું કહેવું હતું કે તેણે જર્મન ગુપ્તચર ઓફિસર સુધી માત્ર જૂની જાણકારી પહોંચાડી.
mata hari
કથિત રીતે માતા હારી તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે તે જર્મનના કબજાવાળા બેલ્જિયમમાં એક ફ્રાન્સીસી જાસૂસના રૂપમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ તેણે જર્મનોની સાથે પોતાની પૂર્વ વ્યવસ્થા વિશે ફ્રાન્સની ગુપ્ત જાણકારી જણાવવાનું કષ્ટ ઉઠાવ્યું નહીં. તેનો ઈરાદો સાથી દેશો માટે જર્મનીના ડ્યુક ઓફ બ્રુન્સવિક-લ્યુનબર્ગ અને બ્રિટિશ પીઅરમાં ડ્યુકડમ ઓફ કમ્બરલેન્ડના વારસદાર અર્નેસ્ટ ઓગસ્ટસની મદદ મેળવવાનો હતો.
mata hari
ફ્રાન્સે માતા હારી પર દ્વિધાની શંકા કરવાનું શરૂ કર્યું. આ માટે, તેની 13 ફેબ્રુઆરી 1917 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને પેરિસની જેલમાં મોકલવામાં આવી હતી. અધિકારીઓએ 50,000 ફ્રેન્ચ સૈનિકોના મૃત્યુ માટે જર્મન જાસૂસી પ્રવૃત્તિઓને જવાબદાર ઠેરવી હતી, જોકે આ આરોપને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. 24-25 જુલાઈ 1917ના રોજ, માતા હારી વિરુદ્ધ લશ્કરી અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. 3 મહિના પછી તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે સજા કરતી વખતે, માતા હારી આંખે પાટા બાંધવાનો ઇનકાર કર્યો હતો.
Trending Photos