પાક. આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે પછી સંબંધ સુધરશે: અમેરિકાએ રોકડુ પરખાવ્યું
અમેરિકાએ પણ પાકિસ્તાનની આતંકવાદને પોષવા મુદ્દે ઝાટકણી કાઢી હતી, હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું
ન્યૂયોર્ક : વિશ્વના મોટા ભાગના દેશો આતંકવાદની સમસ્યા વિરુદ્ધ કમર કસીને બેઠા થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલાક દેશ આતંકવાદીઓની મદદ કરવામાં હજી પણ નથી શરમાઇ રહ્યા. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદીઓને સતત સાથ આપી રહ્યા છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદીઓને આશ્રય આપવા મુદ્દે ફરી ઝાટકણી કાઢી છે. યુએસએ કહ્યું કે, હાફિઝ સઇદ અને મસુદ અઝહર જેવા આતંકવાદીઓ પર પાકિસ્તાન કેસ ચલાવે. સાથે જ કહ્યું કે, ભારત - પાકિસ્તાન તણાવમાં ઘટાડો થયો, સીમા પાર ઘુસણખોરીમાં સંડોવાયેલા હોવાની વિરુદ્ધ કાર્યવાહીમાં ઇસ્લામાબાદની ગંભીરતા પર નિર્ભર કરે છે.
કાશ્મીરના વિકાસ માટે ઝડપથી કામ કરી રહી છે મોદી સરકાર, વેપારીઓનાં "અચ્છે દિન"
દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકી કાર્યવાહક સહાયક મંત્રી એલિસ વેલ્સે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 74માં સત્ર દરમિયાન વિશેષ વાતચીતમાં કહ્યું કે, આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની કડક કાર્યવાહીથી ભારતની સાથે તેના સંબંધો સુધરી શકે છે. તેમને કાશ્મીર મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાની રજુઆત અંગે પણ પુછવામાં આવ્યું હતું. વેલ્સે કહ્યું કે, મારુ માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તેમને મધ્યસ્થતાની જરૂર નથી.
ઉડતા મોત તરીકે ઓળખાતુ ચિત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં ક્રેશ, 2 પાયલોટ શહીદ
બાબરી વિધ્વંસ કેસ: કલ્યાણસિંહ પર કાવત્રા હૈઠળ વૈમનસ્ય ફેલાવવાનો ખટલો ચલાવ્યો, જામીન મંજુર
ટ્રમ્પે આ અઠવાડીયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર ઉપરાંત વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. વેલ્સે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ત્યારે મધ્યસ્થતા કરશે. જ્યારે બંન્ને પક્ષો તેના માટે તૈયાર હશે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે એવી સ્થિતી જોવા માંગીએ છીએ, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રચનાત્મક વાતચીત થાય જેના કારણે બંન્ને પરમાણુ શક્તિઓ વચ્ચે સંબંધોમાં સુધારો થાય.
જોધપુરમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત, 12 થી વધુ ઘાયલ
વેલ્સે કહ્યું કે, નિશ્ચિત રીતે પાકિસ્તાનને આતંકવાદ વિરોધી પગલા ઉઠાવવા પડશે અને તે પગલાઓ પ્રત્યે પણ ગંભીરતા દેખાડવી પડશે અને આ સંગઠનોનો ફાયદો ન ઉઠાવવા દે અને સીમા પાર ઘુસણખોરી અટકાવે. પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકવાદીઓની વિરુદ્ધ કેસ ચલાવવા સહિત આર્થિક કાર્યવાહી કાર્યદળ (FTF) ની યોજનાઓને લાગુ કરવી પડશે. જેના પ્રત્યે તેણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એટલા માટે કસ્ટડીમાં રહેલા અને આ મુદ્દાનો સામનો કરી રહેલા હાફિઝ સઇદની સાથે જ મસુદ અઝહર જેવા જૈશ એ મોહમ્મદનાં નેતાઓની વિરુદ્ધ કેસ ચલાવે. જે લાંબા સમયથી પાકિસ્તાનની ધરતી પર પોતાની હાજરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે.