નવી દિલ્હી: ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વયારસ, ટ્રેડ વોરથી લઈને દક્ષિણ ચીન સાગર જેવા મુદ્દાઓના કારણે વધેલુ ટેન્શન હાલ ઓછું થતું જોવા મળી રહ્યું નથી. ઉલટું બંને દેશો પોતાના ત્યાં એક બીજાના દૂતાવાસ બંધ કરવાની સ્થિતિ પેદા કરીને ચિંતા વધારી રહ્યાં છે. આ બધા વચ્ચે અમેરિકી વાયુસેનાના જંગી જહાજ ચીનની ખુબ નજીક પહોંચી ગયા. એટલે સુધી કે એક જહાજ શાંઘાઈથી માત્ર 100 કિમી દૂર જઈ પહોંચ્યું. હાલના સમયમાં આટલા નજીક વિમાન પહોંચી જવાની આ પહેલી ઘટના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકી કરવા પહોંચ્યા જેટ?
પેકિંગ યુનિવર્સિટીની થિંક ટેન્ક સાઉથ ચાઈના સી સ્ટ્રેટેજિક સિચ્યુએશન પ્રોબિંગ ઈનિશિએટિવના જણાવ્યાં મુજબ P-8A એન્ટી સબમરીન પ્લન અને EP-3E પ્લેન રેકી કરવા માટે તાઈવાન સ્ટ્રેટમાં દાખલ થયા અને ઝેજિયાંગ અને ફૂજિયાનના તટ પર ઉડાણ ભરી. આ અંગે અગાઉ રવિવારે સવારે ટ્વિટ કરાઈ હતી અને પછી જણાવાયું કે રેકી કરનારા પ્લેન ફૂજિયાન અને તાઈવાન સ્ટ્રેટના દક્ષિણ ભાગ સુધી પહોંચીની પાછા જઈ રહ્યાં છે. 


શાંઘાઈથી એકદમ નજીક
ત્યારબાદ જાણકારી અપાઈ કે અમેરિકી નેવીનું P-8A શાંઘાઈની પાસે ઓપરેટ કરી રહ્યું છે અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર USS Rafael Peralta પણ તે જ રસ્તે છે. થિંક ટેન્કના ચાર્ટ મુજબ P-8A શાંઘાઈના 76.5 કિમી નજીક આવી ગયું હતું. જે હાલના વર્ષોમાં ખુબ નીકટ આવી ગયું હોવાની ઘટના છે. બીજું વિમાન ફૂજિયાનથી 106 કિમી પર હતું. 


12 દિવસથી ચાલુ છે હલચલ
સતત 12 દિવસથી અમેરિકી સેનાના પ્લેન ચીનની આજુબાજુ ઉડાણ ભરી રહ્યાં છે. સોમવારે ઈન્સ્ટિટ્યૂટે ટ્વીટ કરીને કહ્યું હતું કે એવું લાગે છે કે અમેરિકી વાયુસેનાનું RC-135 રેકી કરનારું પ્લેન તાઈવાનના એરસ્પેસમાં દાખલ થયું છે. જો કે ઈન્સ્ટિટ્યૂટે તેની પુષ્ટી કરી નથી અને તાઈવાનના રક્ષામંત્રાલયે પણ આ દાવા પર કોઈ જવાબ આપ્યો નથી. ત્યારબાદ ઈન્સ્ટિટ્યૂટે ફરી ટ્વિટ કરીને કહ્યું કે EP-3E ગુઆન્ગડોન્ગની 100 કિમી નજીક રેકી કરી રહ્યું છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube