ન્યૂયોર્ક: કોરોનાને ફેલાવવાનો આરોપનો સામનો કરી રહેલું ચીન હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર દર્પણ બતાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ લદ્દાખ (Ladakh) હિંસા બાદ બહિષ્કારનો સામનો કરી રહેલા ચીનને હવે UN ના મંચ પર ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગએ કહ્યું કે પ્રદર્શન કારીઓની આઝાદીનું હનન ચિંતાનો વિષય છે. શિકાગોમાં ચીનનું કાઉંસેલટ સામે પ્રદર્શન થયું છે. 


 તો બીજી તરફ ચીન વિરૂદ્ધ અમેરિકાનો મોટો નિર્ણય આવ્યો છે. અમેરિકાએ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. 


અમેરિકાએ ચીન પર હોંગકોંગમાં માનવાધિકારો અને મૂળ સ્વતંત્રતાને મહત્વ આપવા ન આપવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકા તે અધિકારીઓને વિઝા નહી આપે, જે હોંગકોંગની સ્વાયત્તા અને માનવાધિકારોને ખતમ કરવા માટે જવાબદાર છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube