ન્યૂયોર્ક: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું કે તે ભારતના લોકો સાથે હોવાને લઇને ખૂબ ઉત્સુક છે. તે જર્મની (Germany)ના રામસ્ટીન એર બેસમાં થોડીવાર રોકાયા બાદ અમદાવાદ (Ahmedabad) પહોંચવાના છે. જર્મનીમાં ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું કે ભારત પ્રવાસ ખૂબ રોમાંચક રહેવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરફોર્સ વન રવિવારે ઇંધણ ભરવા માટે બેસમાં 80 મિનિટ માટે રોકાયું અને સ્થાનિક સમયાનુસાર રાત્રે 11. 30 વાગે (ભારતીય સમયાનુસાર સવારે ચાર વાગે ) યાત્રા શરૂ કરી. ટ્રમ્પે બપોરે 11.40 વાગે અમદાવાદ પહોંચવાનો કાર્યક્રમ છે. 


વ્હાઇટ હાઉસથી રવાના થતાં પહેલાં તેમણે કહ્યું કે તેમને લાગી રહ્યું છે કે બે દિવસની યાત્રા પર્યાપ્ત નથી, જોકે આ ખૂબ રોમાચંક હશે. તેમણે કહ્યું કે 'હું ત્યાં એક રાત રહેવાનો છું. આ પર્યાપ્ત નથી. પરંતુ આ ખૂબ રોમાચંક રહેવાનું છે. 


નવેમ્બરમાં થનાર રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચાર માટે તેમણે આટલા ઓછા દિવસોનો કાર્યક્રમ રાખ્યો. ભારતથી પરત ફર્યા બાદ બીજા દિવસે ટ્રમ્પને શનિવારે થ્નારી પ્રાઇમરી ચુંટણી પહેલાં ગુરૂવારે દક્ષિણ કૈરોલિનામાં એક રેલી કરવાની છે. તેમણે કહ્યું, ''હું ભારતના લોકો સાથે થવા માટે ઉત્સુક છું.''


ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું કે ભારતીય વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમનું સારી બને છે. તે તેમના સારા મિત્ર છે. અને આ યાત્રા માટે તે ખૂબ સમય પહેલાં પ્રતિબદ્ધ છે અને ભારત આવવાને લઇને ઉત્સુક છે. 


અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થનાર 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે આ એક મોટો કાર્યક્રમ થવાનો છે. કેટલાક લોકો કહે છે કે આ તેમનો સૌથી મોટો કાર્યક્રમ હશે.


આ પહેલાં તેમણે ટ્વિટ કર્યું હતું, ''ભારતમાં પોતાના શાનદાર મિત્રો સાથે હોવાને લઇને ઉત્સુક છું. '' 2014માં રીયલ એસ્ટેટ બિઝનેસમેન તરીકે ભારત આવેલા અમેરિકી રાષ્ટ્રપતિના રૂપમાં ભારત આવી રહ્યા છે. 


ઇંવાકાએ ભારત પ્રવાસ પહેલાં કર્યું ટ્વિટ
તો બીજી તરફ ઇંવાકા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પહેલાં ટ્વિટ કર્યું, ''હૈદરાબાદમાં ગ્લોબલ એન્ટરપ્રેન્યોરિયલ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મને અમેરિકાના રાષ્ટ્રપતિ અને અમેરિકાની પ્રથમ મહિલાની સાથે ભારત આવવાની તક મળી રહી છે. આ દરમિયાન દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશો વચ્ચે ભવ્ય મિત્રતાને મજબૂત કરશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube