વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી વિદાય થતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ પ્રતિબંધનું કારણ જણાવતા કહ્યું કે આ એપ્સ યૂઝર્સની જાણકારી ચીનની કમ્યુનિસ્ટ સરકારને પહોંચાડી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદથી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ અનેક પગલાં ભરી ચૂક્યા છે. આથી શક્ય છે કે 20 જાન્યુઆરી પહેલા આવા જ કેટલાક નિર્ણયો જોવા મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના બાદ હવે નવી બીમારી....પણ ગભરાશો નહીં, બર્ડ ફ્લૂની સારવાર છે, જાણો કેવી રીતે થાય છે ટ્રીટમેન્ટ?


જો બાઈડેન સાથે ચર્ચા પણ ન કરી
વ્હાઈટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે પ્રતિબંધ સંબંધિત કાર્યકારી આદેશ આગામી 45 દિવસમાં પ્રભાવી થઈ જશે. અહીં નોંધનીય વાત એ છે કે ચીની એપ્સ પર પ્રતિબંધ  લગાવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે કોઈ ચર્ચા ન કરી. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આદેશ અને તેના અમલીકરણ પર ટીમ બાઈડેન સાથે ચર્ચા કરાઈ નથી. 


આ કારણે લાગ્યો પ્રતિબંધ
આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપની ByteDanceની સ્વામિત્વવાળી એપ ટિકટોક ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. તાજા પ્રતિબંધો અંગે પ્રશાસન તરફથી કહેવાયું છે કે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સને મોટી સંખ્યામાં ડાઉનલોડ  કરવામાં આવી રહી હતી. જેનાથી વ્યાપક સ્તરે ડેટાના દૂરઉપયોગની આશંકા પેદા થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને આ સંબંધિત એપ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. 


S-400: US રાજદૂતે કહ્યું-અમે મિત્રો પર કાર્યવાહી નથી કરતા પણ ભારતે 'કોઈ એકની પસંદગી' કરવી પડશે


આ એપ્સ પર થઈ કાર્યવાહી
અમેરિકાએ જે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં Alipay, CamScanner, QQ Wallet, SHAREit, Tencent QQ, VMate, WeChat Pay and WPS Office સામેલ છે. આ ઉપરાંત ટ્રમ્પે વાણિજ્ય સચિવને એ વાતની પણ સમીક્ષા કરવા માટે કહ્યું છે કે વધુ કઈ એપને પ્રતિબંધની સૂચિમાં સામેલ કરી શકાય છે. એટલે કે આવનારા દિવસોમાં ચીન વિરુદ્ધ વધુ એક અમેરિકી સ્ટ્રાઈક જોવા મળી શકે છે. 


ભારત બન્યું બીજા માટે પ્રેરણાસ્ત્રોત
ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહીમાં અમેરિકા સહિત અન્ય દેશો માટે ભારત પ્રેરણા બન્યું છે. લદાખ હિંસા બાદ મોદી સરકારે કડક પગલું ભરતા ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારબાદ અમેરિકામાં પણ આ પ્રકારના પ્રતિબંધની માગણી ઉઠી હતી. કેટલાક અમેરિકી સાંસદોએ ભારતના આ પ્રતિબંધોને બીરદાવ્યા હતાં અને કહ્યું હતું કે અમેરિકાએ પણ કડક નિર્ણયો લેવા જોઈએ. ભારતની કાર્યવાહી બાદ જ દુનિયાને સમજમાં આવ્યું કે ચીન પોતાની એપ્સ દ્વારા જાસૂસીને અંજામ આપે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube