દક્ષિણ કોરિયાની એશિયાના એરલાઈન્સની એક ફ્લાઈટમાં એક મુસાફરે વિમાન હવામાં હતું ત્યારે જ તેનો ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી નાખ્યો. આ ઘટના લેન્ડિંગના થોડા સમય પહેલા ઘટી. તે સમયે ફ્લાઈટ લગભગ 650 ફૂટની ઊંચાઈ પર હતી. મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે. એશિયાના એરલાઈન્સ આ મામલે તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી AFP ના રિપોર્ટ મુજબ આ ઘટના શુક્રવારની છે. એરબસ A321-200 માં 6 ક્રૂ મેમ્બર્સ અને 194 મુસાફરો સવાર હતા. આ ડોમેસ્ટિક ફ્લાઈટ રાજધાની સિયોલથી લગભગ 240 કિમી દક્ષિણ-પૂર્વાં ડેગૂ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. રિપોર્ટ મુજબ જ્યારે ફ્લાઈટ હવામાં લગભગ 200 મીટર (650 ફૂટ)ની ઊંચાઈ પર હતી ત્યારે તેના ઈમરજન્સી એક્ઝિટ ગેટ પાસે બેઠેલા એક મુસાફરે ગેટ ખોલી નાખ્યો. દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે જણાવ્યું કે 9 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે આ ઘટનાનો એક વીડિયો પર શેર કર્યો છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે હવામાં ફ્લાઈટ હતી ત્યારે ઈમરજન્સી ગેટ ખુલવાથી ખુબ પવનથી બધુ અસ્તવ્યસ્ત થવા લાગ્યું. સીટના કવર અને મુસાફરોના વાળ ખુબ ફફડી રહ્યા છે. વસ્તુઓ પડી રહી છે. કેટલાક મુસાફરો ડરથી બૂમો પાડતા પણ જોઈ શકાય છે. 


140 કરોડમાં વેચાઈ ટીપુ સુલતાનની તલવાર, લંડનની હરાજીમાં તોડ્યા તમામ રેકોર્ડ


કોરોનાથી પણ વધુ ઘાતક વાયરસ! આ મહામારી મચાવી શકે છે કત્લેઆમ, જાણો શું છે Disease X


દુનિયાના એવા દેશો જ્યાં ગરીબ ભારતીય પણ બની જાય છે અમીર, રૂપિયાનું વધી જાય છે મૂલ્ય


એરલાઈન્સનું નિવેદન
એશિયાના એરલાઈન્સનું કહેવું છે કે અચાનક દરવાજો ખુલવાના કારણે કેટલાક મુસાફરોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ અને લેન્ડિંગ બાદ કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરલાઈન્સે જાણકારી આપી કે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે ક્ષતિ થઈ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube