કોરોનાથી પણ વધુ ઘાતક વાયરસ! આ મહામારી મચાવી શકે છે કત્લેઆમ, જાણો શું છે Disease X

Disease X: આગામી ઘાતક બીમારી જે જીવલેણ રોગચાળાનું કારણ બની શકે તેવા રોગોની યાદી જારી કરવામાં આવી છે જેમાં  ઈબોલા, સાર્સ અને ઝિકા પણ સામેલ છે. પરંતુ આ લિસ્ટમાં એક બીમારીએ દરેકની ચિંતા વધારી છે, જેનું નામ છે 'ડિસીઝ એક્સ'.

કોરોનાથી પણ વધુ ઘાતક વાયરસ! આ મહામારી મચાવી શકે છે કત્લેઆમ, જાણો શું છે Disease X

Disease X: છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ કોરોનાનો કહેર જોયો છે. કોરોના વાયરસના કારણે લાખો લોકોના મોત થયા છે. જો કે, વર્ષ 2019 થી શરૂ થયેલ આ રોગચાળાનો આતંક હવે અમુક હદ સુધી સમાપ્ત થઈ ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ વધુ એક નવી મહામારીની ચેતવણી જાહેર કરી છે, જેને કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક ગણાવવામાં આવી રહ્યો છે.

Disease X રોગ કોરોના કરતા વધુ ઘાતક?
આ ચેતવણી બાદ WHOની વેબસાઈટ પર 'પ્રાયોરિટી રોગો'ની યાદીમાં નવેસરથી લોકોની રુચિ વધી ગઈ છે. આગામી સંભવિત જીવલેણ રોગચાળાની યાદીમાં  ઇબોલા, સાર્સ અને ઝિકા  પણ સામેલ છે. પરંતુ આ લિસ્ટમાં એક બીમારીએ દરેકની ચિંતા વધારી દીધી છે, જેનું નામ છે 'ડિસીઝ એક્સ'. WHOની વેબસાઈટ અનુસાર, આ શબ્દ એવી ગંભીર આંતરરાષ્ટ્રીય મહામારીનું પ્રતિનિધિત્વ કરે છે, જેના વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. એટલે કે તે હજી સુધી આ રોગથી કોઈ મનુષ્ય બીમાર થયો નથી.

વાયરસ, બેક્ટેરિયા અથવા ફૂગ કંઈપણ હોઈ શકે છે Disease X
Disease X વાયરસ, બેક્ટેરિયા અથવા ફૂગ ગમે તે હોઈ શકે છે. WHO એ વર્ષ 2018 માં આ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પછી એક વર્ષમાં કોરોના આખી દુનિયામાં ફેલાવા લાગ્યો. 

Disease X પહેલા પ્રાણીઓમાં અને પછી માણસોમાં ફેલાય છે
તેમણે ધ્યાન દોર્યું કે કંબોડિયામાં H5N1 બર્ડ ફ્લૂના તાજેતરના કેસ માત્ર એક છે. Disease X તેના પુરોગામી ઇબોલા, HIV/AIDS અથવા કોરોનાની જેમ, સંભવતઃ પ્રાણીઓમાં ઉદ્દભવે છે અને પછી મનુષ્યોમાં ફેલાય છે, જે ગંભીર બીમારી અને મૃત્યુદરમાં વધારો કરે છે.

આ પણ વાંચો:
વિપક્ષના બહિષ્કાર વચ્ચે 24 પાર્ટીઓ થશે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ, જુઓ લિસ્ટ
મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'
મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news