લંડનઃ સદીની સૌથી ભયાનક મહામારી સામે લડી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. ભારત માટે આ એક રાહત આપનારી વાત છે, કારણ કે અહીં ઓક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન ઇમરજન્સી ઉપયોગની મંજૂરીની દોડમાં સૌથી આગળ છે, તેને કોરોનાના નવા પ્રકાર (સ્ટ્રેન) વિરુદ્ધ પણ અસરકારક માનવામાં આવી રહી છે. નવા આંકડાના આધાર પર કંપનીના હવાલાથી બ્રિટનના મીડિયાએ આ દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે, ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિનને બ્રિટિશ સ્વાસ્થ્ય નિયામક એજન્સી ગુરૂવાર પહેલા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી શકે છે. એક દિવસ પહેલા જ ભારતે કહ્યું કે, બ્રિટનમાં મંજૂરી મળ્યા બાદ તે આ વિશે નિર્ણય કરશે. ભારતમાં આ વેક્સિનને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડના નામથી તૈયાર કરી રહી છે. ભારતમાં જે ત્રણ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળવાની આશા છે, તેમાં કોવિશીલ્ડ સૌથી આગળ છે. આ સિવાય ફાઇઝર અને ભારત બાયોટેકે પણ મંજૂરી માટે દવા કંટ્રોલરને ત્યાં અરજી કરી છે. 


આ પણ વાંચોઃ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં વિભાજન રોકવા માટે ચીનનું દળ પહોંચ્યુ કાઠમાંડુ, નેતાઓ સાથે કરશે મુલાકાત  


ગંભીર સંક્રમણને રોકવામાં 100 ટકા અસરકારક છે વેક્સિન
એસ્ટ્રાઝેનેકાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) પાસ્કલ સોરિયોટે કહ્યુ કે, નવા ડેટા પ્રમાણે વેક્સિન ફાઇઝર અને મોર્ડનાની વેક્સિનની જેમ 95 ટકા સુરક્ષિત છે અને ગંભીર સંક્રમણને રોકવામાં 100 ટકા ઉપયોગી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ વેક્સિન કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ અસરકારક રહેશે. 


પાસ્કલે કહ્યુ, અમને લાગે છે કે અમે જીતના ફોર્મ્યુલા અને તેને પ્રભાવી બનાવવાની જાણકારી મેળવી લીધી છે, બે ડોઝ બાદ આ દરેકમાં અસરકારક રહી છે. 


તો લંડનના અખબાર 'ધ સંડે ટાઇમ્સ'એ એક વરિષ્ઠ સરકારી અધિકારીના હવાલાથી કહ્યું કે, વેક્સિનને મંજૂરી મળ્યા બાદ તુરંત 1.2થી 1.5 કરોડ લોકોને આ વેક્સિન લગાવવામાં આવશે. આ તે લોકો છે જેને કોરોનાથી સંક્રમિત થવા પર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂર પડી શકે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube