વ્લાદિવોસ્તોક (રશિયા): રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે પહેલી શિખર વાર્તા આજે થઈ. કિમ જોંગ ઉન બુધવારે આ વાર્તા માટે ખાસ બખ્તરબંધ ટ્રેનથી રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતાં. પુતિન આજે પહોંચ્યા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફેબ્રુઆરીમાં હનોઈમાં થયેલી વાર્તાનું કોઈ પરિણામ ન આવ્યા બાદ કિમે આજે વ્લાદિવોસ્તોકમાં પુતિન સાથે પહેલી શિખર વાર્તા કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર કોરિયાના નેતાએ બુધવારે વ્લાદિવોસ્તોક પહોંચ્યા બાદ કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ બેઠક સફળ અને સાર્થક થશે. વાર્તાને લઈને ખુબ જ ગોપનીયતા રાખવામાં આવી હતી. તેની જાહેરાત પણ અંતિમ ક્ષણોમાં થઈ હતી. વિશેષજ્ઞોએ કહ્યું કે વોશિંગ્ટન સાથે ગતિરોધ વચ્ચે કિમ વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની કવાયતમાં છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...