Liz Truss UK PM: ઋષિ સુનક હાર્યા, લિઝ ટ્રસે પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી, બોરિસ જોન્સનની જગ્યા લેશે
Liz Truss UK PM: બ્રિટનમાં પીએમની રેસમાં ઋષિ સુનક હારી ગયા છે. યૂકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ હવે ત્યાંના નવા પ્રધાનમંત્રીની ચૂંટણી જીતી ગયા છે. તે બોરિસ જોન્સનની જગ્યા લેશે
લંડન: બ્રિટનમાં પીએમની રેસમાં ઋષિ સુનક હારી ગયા છે. યૂકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ ત્યાંના નવા પ્રધાનમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે બોરિસ જોન્સનની જગ્યા લેશે. લિઝ ટ્રસને આજે સાંજે બ્રિટનના શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
બોરિસ જોન્સનના ઉત્તરાધિકારીના રૂપમાં પાર્ટી સભ્યોને પૂર્વ ચાન્સેલર ઋશિ સુનક અને વિદેશ મંત્રી લિઝ ટ્રસમાંથી કોઈ એકને પસંદ કરવાના હતા. 42 વર્ષના સુનકને પીએમની રેસમાં 47 વર્ષના લિઝ ટ્રસે હરાવી દીધા છે. પીએમની આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 1 લાખ 60 હજારથી વધારે સભ્યો મતદાન કર્યુ હતું.
જેમાં લિઝ ટ્રસને 81,326 મત મળ્યા, જ્યારે ઋષિ સુનકને 60,399 મત મળ્યા. બ્રિટિશ ઈન્ડિયન નાગરિક ઋષિ સુનકે ચૂંટણી પ્રચાર દરમિયાન વાયદો કર્યો હતો કે તે જીતશે તો મોંઘવારી પર કાબૂ મેળવશે. જ્યારે લિઝ ટ્રસે ટેક્સમાં ઘટાડાનો વાયદો કર્યો હતો.
KWK: કેટરીનાએ સુહાગરાત વિશે કરી આ વાત, તો લ્યો બોલો... આલિયા પાસે સુહાગરાત માટે સમય નથી
લિઝ ટ્ર્સનું પુરૂ નામ મેરી એલિઝાબેથ ટ્રસ છે તેમનો જન્મ 1975 માં બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતી. બીબીસીના રિપોર્ટ અનુસાર લિઝ પોતાના માતા પિતાને લેફ્ટ વિચારધારાની સમર્થક ગણાવે છે. જોકે સૌથી વધુ રોચક વાત એ છે કે લિઝ બ્રિટનની કંઝર્વેટિવ વિચારધારી સમર્થક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube