લંડન: જો તમને લાગે છે કોરોના સામે મુકાબલો કરવા માટે લોકડાઉન કારગર હથિયાર નથી, તો પછી તમે ખોટા છો. બ્રિટનમાં તાજેતરમાં જ થયેલા રિસર્ચથી આ વાત સામે આવી છે કે લોકડાઉનથી કોરોનાની ગતિને કાબૂમાં કરી શકાય છે. કોરોનાથી બચવા માટે એકદમ જરૂરી છે કે તેની ગતિ ધીમી થઇ જાય, એટલા માટે લોકડાઉન જરૂરી છે. નવા COVID-19 લક્ષણોને ટ્રેક કરનાર એપનો ઉપયોગ કરીને બ્રિટને 20 લાખ લોકોનો ડેટા એકત્ર કર્યો છે. જેથી એ જાણી શકાય છે કે લોકડાઉન જેવા ઉપાય વાયરસના પ્રસારને ધીમું કરી દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંગ્સ કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકો અનુસાર બ્રિટનમાં રિપોર્ટ કરવામાં આવેલા નવા કોરોના વાયરસ લક્ષણોનો દર ગત થોડા દિવસોમાં ખૂબ ધીમો થઇ ગયો છે. તાજા આંકડા અનુસાર અહીં 20 થી 69 વર્ષની ઉંમરના 14 લાખ લોકોમાં COVID-19ના લક્ષણ છે, જ્યારે 1 એપ્રિલના રોજ આ સંખ્યા 19 લાખ હતી. કારણ કે કેટલાક લોકો સાજા થઇ ગયા છે અને ખૂબ ઓછા લોકોમાં નવા લક્ષણ જોવા મળી રહ્યા છે. નવા લક્ષણોમાં ઘટાડાથી જાણવા મળે છે કે હોસ્પિટલમાં ભરતી થનાર COVID-19  રોગીઓ અને મૃતકોની સંખ્યા વધી રહી છે, પરંતુ જો સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા ઉપાયોને લાગૂ રાખી શકાય છે, તો આગામી બે અઠવાડિયામાં તેમાં ઘટાડો આવી શકે છે. 


સત્તાવાર આંકડા જણાવે છે કે બ્રિટનમાં COVID-19થી મૃતકોની સંખ્યા સાત હજારને પાર નિકળી ગઇ છે. મહામારીની ચપેટમાં આવનાર ઘણા અન્ય દેશોની માફક બ્રિટને પણ લોકડાઉનને ગંભીરતાથી લીધું છે. અહીં સ્કૂલ-કોલેજોથી માંડીને દુકાનો સુધી બધુ જ બંધ છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટેસિંગ પણ ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા સતત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. 


મે સુધી વધશે લોકડાઉન?
લોકડાઉનના સકારાત્મક પરિણામોના અણસાર વચ્ચે બ્રિટન લોકડાઉનના સમયગાળાને વધારવા પર ગંભીર રીત વિચાર કરી રહી છે. જે પ્રકારે સંકેત મળી રહ્યા છે, તે મુજબ લોકડાઉનને મે સુધી વધારી શકાય છે. જોકે અત્યારે તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. અધિકારી આ સંબંધમાં વધુ કંઇક કહેવાથી બચી રહ્યા છે. તેમનું કહેવું છે કે નિયમોની સમીક્ષા આગામી અઠવાડિયે થશે, પરંતુ લોકોને તમામ નિયમોનું સખતાઇપૂર્વક પાલન કરવું જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર