નવી દિલ્હી: સમગ્ર દુનિયા કોરોના (Corona)  મહામારી સામે ઝઝૂમી રહી છે પરંતુ આ બધા વચ્ચે એક એવા ફંગસથી વૈજ્ઞાનિકો ડરેલા છે જે કોરોનાથી પણ વધુ તબાહી મચાવી શકે છે. આ ફંગસનું નામ કેન્ડિલા ઓરિસ (Candida Auris) છે. જે બ્લેક પ્લેગ ફેલાવવાનું કારણ બની શકે છે. આ ફંગસ ખુબ જ જોખમી ગણાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહામારી લાવવામાં સક્ષમ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેન્ડિલા ઓરિસ (Candida Auris) ફંગસ એટલી જોખમી છે કે તે કોરોનાથી પણ મોટી મહામારી લાવવામાં સક્ષમ છે. કારણ કે તે ઝડપથી ફેલાઈ રહી છે. ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કેન્ડિલા ઓરિસ પોતાની જાતને વધુ સારી કરી રહી છે અને મોટાભાગની એન્ટીફંગલ દવાઓને બેઅસર કરી રહી છે. સીડીસી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ ફંગસ (Fungus)  હોસ્પિટલોમાં ફેલાઈ ગઈ તો તે ખુબ જ જોખમી બની જશે. 


Britain: કોર્ટનો નિર્ણય- યુવક ક્યારે અને કોની સાથે કરશે સેક્સ, પહેલા પોલીસને જણાવવું પડશે


વર્ષ 2009માં થઈ હતી કેન્ડિલા ઓરિસની ઓળખ
લંડન ઈમ્પિરિયલ કોલેજમાં મહામારી વિશેષજ્ઞ જોહાના રોડ્સે કહ્યું કે કેન્ડિલા ઓરિસ ફંગસ કેન્ડિલા ઓરિસ (Candida Auris) સપાટી પર લાંબા સમય સુધી પોતાને જીવિત રાખે છે. રોડ્સ વર્ષ 2016માં ઈંગ્લેન્ડમાં ફંગસના કારણે ફેલાયેલા સંક્રમણને કાબૂ કરનારી ટીમમાં સામેલ હતા. તેમણે કહ્યું કે બ્લેક પ્લેગ સાથે તેની સરખામણી એટલા માટે પણ થઈ રહી છે કારણ કે તે બંદરોથી ફેલાયેલી છે. 


PHOTOS: Russia ના રાષ્ટ્રપતિ Vladimir Putin ના Secret Palace નો થયો ખુલાસો, તસવીરો જોઈ સ્તબ્ધ થશો


વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થા સુધારવાની જરૂર
કોરોના (Covid 19)  મહામારીએ સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્ય સેવાઓમાં ફેલાયેલી કમીઓને ઉજાગર કરી. આ કમીઓને દૂર કરવાની જરૂર છે. કારણ કે આવનારા સમયમાં અનેક મહામારી ફેલાઈ શકે છે. જેમાં પર્યાવરણ પરિવર્તન પણ મહત્વની ભૂમિકા ભજવશે. આવામાં સ્વાસ્થ્ય સેવાઓને પ્રાથમિકતાના આધારે સુધારવી પડશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube