PHOTOS: Russia ના રાષ્ટ્રપતિ Vladimir Putin ના Secret Palace નો થયો ખુલાસો, તસવીરો જોઈ સ્તબ્ધ થશો
Trending Photos
રશિયા (Russia) ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) ના સીક્રેટ મહેલ (Secret Palace) ના ખુલાસા બાદ તેમના સામે વિરોધ પ્રદર્શન વધી ગયું છે. આ સીક્રેટ મહેલનો ખુલાસો પુતિનના પ્રખર ટીકાકાર અને કટ્ટર વિરોધી વિપક્ષના નેતા એલેક્સી નવેલની (alexei navalny )એ પોતાના એક વીડિયોમાં કર્યો છે. 17 જાન્યુઆરીના રોજ નવેલનીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ વીડિયો બહાર પાડવામાં આવ્યો. એલેક્સી નવેલનીના વીડિયોને તેમની ટીમે અપલોડ કર્યો છે. આ વીડિયો માત્ર 24 કલાકમાં 22 મિલિનયથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. સીક્રેટ મહેલના ખુલાસા બાદ રશિયામાં વિરોધ પ્રદર્શન તેજ થયું છે.
100 અબજ રૂપિયાનો સીક્રેટ મહેલ
વીડિયોમાં નવેલની (alexei navalny) એ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પાસે 100 અબજ રૂપિયાનો સીક્રેટ મહેલ(Secret Palace) છે. આ મહેલ દક્ષિણી રશિયા (Russia) માં સ્થિત ઝેલેન્ઝિક શહેરમાં છે જેને બ્લેક સીના કિનારે બનાવવામાં આવ્યો છે. જંગલની વચ્ચોવચ 170 એકરમાં આ મહેલ બનેલો છે. જેમાં વાઈન યાર્ડ, સ્પા, કસીનો, હેલીપેડ, અને સિનેમા હોલ જેવી તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. (Image Source: AFP)
નવેલનીની ટીમે અપલોડ કર્યો વીડિયો
જેને પુતિન (Vladimir Putin) નો પેલેસ ગણાવવામાં આવી રહ્યો છે તે પ્રોપર્ટીની કિંમત 1.37 બિલિયન ડોલર એટલે કે 100 અબજ રૂપિયા કહેવાઈ રહી છે.
(Image Source : Alexei Navalny, YouTube)
મહેલથી સમદ્ર કિનારા સુધી સીક્રેટ સુરંગ
એવો દાવો થઈ રહ્યો છે કે આ સીક્રેટ મહેલ રશિયાની સૌથી મોટી પ્રાઈવેટ પ્રોપર્ટી છે અને મહેલથી સમુદ્ર કિનારા સુધીની એક સીક્રેટ સુરંગ પણ છે. (Image Source : Alexei Navalny, YouTube)
ગુપ્તચર એજન્સીની નિગરાણીમાં છે સીક્રેટ મહેલ
નવેલનીએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે મહેલની આસપાસના વિસ્તાર પર ગુપ્તચર એજન્સીનું નિયંત્રણ છે. તેની આસપાસ 77 વર્ગ કિલોમીટરની જમીન ગુપ્તચર એજન્સીની નિગરાણીમાં છે. ( Image Source : Alexei Navalny, YouTube )
નો ફ્લાય ઝોનમાં આવે છે સીક્રેટ પેલેસ
નવેલનીએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે આ મહેલ નો ફ્લાય ઝોનમાં આવે છે અને અહીં કામ રકનારા કોઈ પણ કર્મચારી કેમેરા લઈને જઈ શકતા નથી. પેલેસમાં આઈસ હોકી માટે સ્ટેડિયમ અને ચર્ચ પણ છે. (Image Source : Alexei Navalny, YouTube)
માસ્ટર બેડરૂમ
પુતિનના સીક્રેટ પેલેસનો માસ્ટર બેડરૂમ કઈંક આવો દેખાય છે. (Image Source : Alexei Navalny, YouTube)
કસીનો રૂમ
આ સીક્રેટ મહેલમાં કસીનો રૂમ પણ છે જેમાં કોમ્યુટર ગેમ મશીનો મૂકવામાં આવી છે. (Image Source : Alexei Navalny, YouTube)
પુતિને દાવા ફગાવ્યા
નવેલનીએ દાવો કર્યો છે કે તેમની ટીમે ડ્રોનની મદદથી આ મહેલ અને તેની આસપાસના ફૂટેજ લીધા છે. જો કે રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટપણે ઈન્કાર કરતા કહ્યું છે કે આ પ્રોપર્ટી તેમની નથી. પુતિને આ સીક્રેટ મહેલ અંગે નવેલનીની વાતોને ફગાવી અને કહ્યું કે વીડિયોમાં દેખાડવામાં આવેલો પેલેસ તેમનો નથી. (Image Source: Reuters)
17 જાન્યુઆરીના રોજ નવેલનીની થઈ હતી ધરપકડ
નવેલનીની 17 જાન્યુઆરીના રોજ ધરપકડ કરાઈ હતી, તે સમયે તેઓ બર્લિનથી મોસ્કો પહોંચ્યા હતા. આ અગાઉ ઓગસ્ટ 2020માં નવેલનીને ઝેર અપાયું હતું ત્યારબાદ જર્મનીમાં પાંચ મહિના સુધી સારવાર ચાલી હતી. 17 જાન્યુઆરી 2021ના રોજ નવેલની રશિયા પહોંચતા જ ધરપકડ કરી લેવાઈ હતી. (Image Source : Alexei Navalny, YouTube)
પુતિન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું
આ વીડિયો સામે આવ્યા બાદ રશિયામાં સરકારના વિરોધમાં પ્રદર્શન ઉગ્ર બન્યું છે. પ્રદર્શનકારીઓ પુતિન સત્તા છોડોના નારા લગાવી રહ્યા છે અને નવેલનીના છૂટકારાની માગણી કરી રહ્યા છે. નવેલનીની પત્ની યૂલિયાને પણ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવામાં આવી. એક રિપોર્ટ મુજબ હાલમાં જ મોસ્કોમાં 40 હજાર લોકોએ રેલીમાં ભાગ લીધો. દાવો કરાયો છે કે પુતિન વિરુદ્ધ રશિયામાં આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન છે. (Image Source: Getty)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે