વોશિંગટનઃ અમેરિકાની સરાક અને તેના 48 રાજ્યોએ એક સાથે ઇન્ટરનેટ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુક પર કેસ દાખલ કર્યો છે. ફેસબુક પર એકાધિકાર સ્થાપિત કરવા અને નાની-નાની કંપનીઓને પોતાની ખોટી નીતિઓથી સમાપ્ત કરવાનો ગંભીર આરોપ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમીશન (એફટીસી) અને 48 રાજ્યોના એટોર્ની જનરલની તપાસ શરૂ થતા સ્ટોક એક્સચેન્જમાં ફેસબુકના શેર પછડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે કહ્યુ કે, ફેસબુકે એકાધિકાર બનાવવા માટે એક વ્યૂહરચના ઘડીને કામ કર્યું છે. પહેલા તેણે ઝડપથી ઉભરી રહેલા પોતાના વિરોધી ઇન્સ્ટાગ્રામને 2012મા ખરીદી લીધું. ત્યારબાદ જ્યારે વોટ્સએપ મેસેજિંગ એપ ઝડપથી તેની સામે આવ્યું તો તેનું પણ 2014મા અધિગ્રહણ કરી લીધું. ત્યારબાદ ફેસબુકે સોફ્ટવેર ડેવલોપ કરનારી કંપનીઓની સામે પ્રતિસ્પર્ધા અવરોધ કરનારી શરતો લગાવવાનું શરૂ કરી દીધું. 


આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન પર આ શક્તિશાળી દેશે આપ્યું એવું નિવેદન...વિરોધીઓને લાગશે મરચા


નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકનો આ પ્રકારનો વ્યાપારિક વ્યવહાર સ્વસ્થ પ્રતિસ્પર્ધા માટે નુકસાનદાયક રહ્યો અને તેનાથી ગ્રાહકોની સામે ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર કેટલાક જ વિકલ્પ રહી ગયા. લગભગ એક દાયકાથી ફેસબુકની એકાધિકારવાદી નીતિઓ ચાલી રહી છે હવે તેમાં વધુ ઝડપથી તેજી આવી રહી છે. તેનાથી નાની કંપનીઓના મુકાબલામાં ઉભી રહી શકતી નથી અને જનતાએ વધુ કિંમત ચુકવવી પડી રહી છે.  


એફટીસીના બ્યૂરો ઓફ કોમ્પિટિશનના ડાયરેક્ટર ઇઆન કોર્નરે કહ્યુ કે, અમેરિકામાં ઇન્ટરનેટ મીડિયા કરોડો લોકોના જીવનનો ભાગ છે. આ કાર્યવાહી પાછળ અમારો ઉદ્દેશ્ય છે કે ફેસબુક પોતાની પ્રતિસ્પર્ધા વિરોધી નીતિઓને સમાપ્ત કરે, જેથી ગ્રાહકોને લાભ થઈ શકે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube