કરાચી: ઓછામાં ઓછા 100 લોકોથી ખચોખચ ભરેલું વિમાન રનવે પર લેન્ડિંગ કરવાની જગ્યાએ રહેણાંક વિસ્તારમાં મકાનો પર જઈને તૂટી પડ્યું. ગણતરીની પળોનું અંતર અને અનેક જિંદગીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ. પાકિસ્તાનના કરાચીના જેહનમાં થયેલા આ દર્દનાક અકસ્માતે દરેકને હચમચાવી નાખ્યાં. જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટથી થોડે દૂર રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું તે અગાઉ પાઈલટે કંટ્રોલ રૂમને પોતાનો છેલ્લા કોલમાં જોખમ અંગે સચેત કર્યા હતાં. હવે એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેમાં આ વિમાન માટે જીવન અને મોત વચ્ચે અંતર બની રહેલા ગણતરીના છેલ્લા પળોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક પેસેન્જર પ્લેન શુક્રવારે અહીં જિન્નાહ એરપોર્ટ પાસે ગાઢ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. ડાઉન વેબસાઈટના અહેવાલ મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 76 લોકોના મોત થયા છે. વિમાનમાં કુલ 99 લોકો સવાર હતાં. આ વિમાન PK-8303 લાહોરથી કરાચી આવી રહ્યું હતું. કરાચીમાં ઉતરણ કરવાનું હતું અને એક મિનિટ પહેલા મોડલ કોલોની પાસે જિન્નાહ ગાર્ડનમાં ક્રેશ થયું. વિસ્તારનું એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં જોવા મળે છે કે કેવી રીતે વિમાન મકાનો પર જઈને તૂટી પડ્યું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube