બેઈજિંગ: ભારત (India) અને રશિયા (Russia) ના મજબૂત સંબંધો ચીન (China) ને હંમેશા આંખમાં કણાની જેમ ખટક્યા કરે છે. તેણે અનેકવાર એવા પ્રયત્નો કર્યા છે કે બંને દેશો વચ્ચે કોઈ પણ રીતે અંતર પડે, પરંતુ સફળ થયું નથી. હવે એકવાર ફરીથી ચીન પોતાના આ ષડયંત્રને અંજામ આપવામાં લાગ્યું છે. ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન રદ થવાના અહેવાલ સામે આવતા જ ચીને ઝેર ઓકવાનું શરૂ કરી દીધુ છે. કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ (Global Times) માં શિખર સંમેલનનો ઉલ્લેખ કરતા કહેવાયું છે કે ભારત-રશિયાના સંબંધમાં તિરાડ પડી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે 18 હજાર કરોડ, BJP એક કરોડ Farmers ને ભેગા કરશે 


વધી રહ્યું છે અંતર
ગ્લોબલ ટાઈમ્સના સંપાદકીયમાં લખ્યું છે કે વર્ષ 2000 બાદ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ભારત અને રશિયા વચ્ચેનું શિખર સંમેલન ટાળવામાં આવ્યું ચે. જેનાથી બંને દેશોના સંબંધોમાં તિરાડના સ્પષ્ટ સંકેત મળે છે. અખબારમાં આગળ લખવામાં આવ્યું છે કે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે રશિયા અને ભારત માત્ર સહયોગ નહીં પરંતુ તેમના સંબંધ ગઠબંધન કરતા ઘણા આગળ છે. બંને વચ્ચે હિતોને લઈને પણ ટકરાવ નથી. હાલના સમયમાં મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે રણનીતિક સંબંધ સ્થિર રહ્યા છે. જો કે શિખર સંમેલન રદ થવું કઈક અલગ જ સંકેત આપી રહ્યા છે. 


Covid New Strain: કોરોનાનું નવું સ્વરૂપ આ ઉંમરના લોકોને ભરડામાં લઈ રહ્યો છે, બની શકે ઘાતક, ખાસ રહેજો સાવધાન


અનેક મુદ્દાઓ પર Dispute
સંપાદકીયમાં આગળ લખવામાં આવ્યું છે કે રશિયા અને ભારત બંનેએ  કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીના પગલે આ વર્ષે થનારું સંમેલન રદ કરવામાં આવ્યું. પરંતુ તેનાથી અનેક પ્રમુખ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલો વિવાદ છૂપાઈ શકાય નહીં. બંને પક્ષોની ચિંતાઓ અલગ અલગ છે અને એકબીજાની કૂટનીતિક નીતિઓ અંગે વિચાર પણ અલગ અલગ છે. મોસ્કોને લાગે છે કે નવી દિલ્હીની વોશિંગ્ટન સાથે નીકટતા વધી રહી છે. આ કારણે બંનેના સંબંધો પ્રભાવિત થયા છે. 


COVID-19 New Strain: કોરોનાના નવા સ્વરૂપની ભારતમાં એન્ટ્રી? આ રાજ્યમાં મળ્યો શંકાસ્પદ દર્દી


America એ કર્યું દબાણ
ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે ભારતની અમેરિકા સાથે વધતી નીકટતાથી રશિયા અને ભારત વચ્ચે પરંપરાગત હથિયારોના વેપારને પણ ગંભીર ઝટકો લાગ્યો છે. ભારતના હથિયારોની આયાતમાં રશિયાનો અડધા કરતા વધુ હિસ્સો છે, પરંતુ હાલમાં જ અમેરિકાએ ભારત પર દબાણ વધાર્યું છે કે તે રશિયાથી હથિયારોની ખરીદીથી દૂર રહે. ચીની મીડિયાએ એમ પણ કહ્યું કે 8 ડિસેમ્બરના રોજ મોસ્કોમાં એક થિંક ટેન્કને સંબોધિત કરતા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે અમેરિકાના નેતૃત્વવાળા પશ્ચિમી દેશો પર ભારતને રશિયાથી દૂર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. 


Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું


Vladimir Putin નો આપ્યો હવાલો
ચીની અખબારે એવો પણ દાવો કર્યો છે કે ઓક્ટોબરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને (Vladimir Putin) વલ્દાઈ ઈન્ટરનેશનલ ડિસ્કશન ક્લબની 17મી વાર્ષિક બેઠકમાં ભારત સાથે બગડતા સંબધો તરફ ઈશારો કર્યો હતો. પુતિને ચીન, જર્મની, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રીકાનો ઉલ્લેખ કર્યો, પરંતુ ભારત અંગે કશું કહ્યું નહતું. તે દર્શાવે છે કે રશિયા ભારતમાં 'અંકલ સેમ'ના વધતા પ્રભાવથી નારાજ છે. અત્રે જણાવવાનું કે ચીન સતત રશિયા સાથે પોતાના સંબંધો સારા કરવામાં લાગ્યું છે. તે ઈચ્છે છે કે રશિયા અને ભારત વચ્ચે ઊંડી ખાઈ ખોદી નાખવામાં આવે. હવે જ્યારે બંને દેશો વચ્ચે શિખર સંમેલન રદ થઈ ગયું તો તેને હવે પોતાના નાપાક મનસૂબાને અંજામ આપવા માટે વધુ એક તક મળી ગઈ છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube