આજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે 18 હજાર કરોડ, BJP એક કરોડ Farmers ને ભેગા કરશે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના 9 કરોડ ખેડૂતોને 18,000 રૂપિયા સીધા તેમના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે.

આજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે 18 હજાર કરોડ, BJP એક કરોડ Farmers ને ભેગા કરશે 

નવી દિલ્હી: આજે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવતા ભાજપ દેશમાં 19 હજારથી વધુ સ્થાનો પર કાર્યક્રમ યોજશે. કેન્દ્રો પર એક કરોડથી વધુ ખેડૂતોને ભેગા કરવાની સાથે પાંચ કરોડ ખેડૂતો સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો સંદેશો પહોંચાડવાની તૈયારી છે. 

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના 9 કરોડ ખેડૂતોને 18,000 રૂપિયા સીધા તેમના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે. રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહે પાર્ટી મુખ્યાલય પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દેશના 19,000થી વધુ સ્થળોએ ભાજપ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમોમાં દેશના એક કરોડથી વધુ ખેડૂતો પ્રત્યક્ષ રીતે ભાગ લેશે. જ્યારે 5 કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી મોદીનું ભાષણ સાંભળીને લાભ ઉઠાવશે. આ કાર્યક્રમ તમામ વિકાસ ખંડો, પંચાયતો, સહકારી સંસ્થાનો અને મંડીઓ પર આયોજીત થશે. 

બપોરે 12 વાગે પીએમ મોદીનું સંબોધન
રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે જો ફક્ત ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 822 બ્લોક, 435 મંડળો, 10 હજારથી વધુ વસ્તીવાળી 585 ગ્રામ પંચાયતો અને 1225 સહકારી સંસ્થાઓ પર આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. 

— Narendra Modi (@narendramodi) December 24, 2020

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી 25 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગે તમામ ખેડૂત ભાઈઓ અને સામાન્ય નાગરિકોને સંબોધન કરશે. આ અગાઉ સવારે 11 વાગે પ્રમુખ નેતાઓ અને ખેડૂત નેતાઓનું સંબોધન હશે. આ કાર્યક્રમમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને મંત્રી, વિધાયકો, મેયર વગેરે પ્રતિનિધિઓ ભાગ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news