China India Relations : બેઇજિંગ સ્થિત ચીનના અગ્રણી મીડિયા આઉટલેટ ગ્લોબલ ટાઇમ્સે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક વિકાસ, સામાજિક શાસન અને વિદેશ નીતિમાં ભારતની નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરતો એક લેખ પ્રકાશિત કર્યો છે. શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડાયરેક્ટર ઝાંગ જિયાડોંગ દ્વારા લખાયેલા આ લેખમાં ભારતની છેલ્લાં ચાર વર્ષમાં નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચીનના ગ્લોબલ ટાઇમ્સે પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યાં. એટલુ જ નહિ, તેમના નેતૃત્વમાં ભારતની આર્થિક પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધાર થયાનો સ્વીકાર પણ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન એટલે આપણો પાડોશી દેશ. એ પણ એવો પાડોશી દેશ જે પીઠ પાછળ વાર કરે. ચીનની ગણતરી પણ ભારતના દુશ્મન દેશોમાં થાય છે. ત્યારે ચીન ભારતના વખાણ કરે તે તો મોટી સિદ્ધિ કહેવાય. ચીનના આ લેખમાં સ્વીકારમાં આવ્યું કે, ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, શહેરી શાસનમાં સુધારા અને આંતરરાષ્ટ્રીય સંબંધો, ખાસ કરીને ચીન સાથેના વલણમાં પરિવર્તનને સ્વીકારે છે. ઉદાહરણ તરીકે, ચીન અને ભારત વચ્ચેના વેપાર અસંતુલનની ચર્ચા કરતી વખતે, ભારતીય પ્રતિનિધિઓ અગાઉ મુખ્યત્વે વેપાર અસંતુલનને ઘટાડવાના ચીનના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. પરંતુ હવે તેઓ ભારતની નિકાસ ક્ષમતા પર વધુ ભાર મૂકી રહ્યા છે, તેવું લેખમા લખાયું છે. 


ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં સળંગ ત્રણ દિવસ વરસાદની આગાહી


આ લેખમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરાયો છે. જેમ કે, ભારતની કથા"ને પ્રોત્સાહન આપવા માટે ભારતના સક્રિય અભિગમની પ્રશંસા કરવામાં આવી છે. જે રાષ્ટ્રના વ્યૂહાત્મક વિશ્વાસ પર ભાર મૂકે છે. લેખમાં જણાવાયું કે, તેના ઝડપી આર્થિક અને સામાજિક વિકાસ સાથે, ભારત 'ભારત કથા' બનાવવા અને વિકસાવવા માટે વધુ વ્યૂહાત્મક રીતે આત્મવિશ્વાસુ અને વધુ સક્રિય બન્યું છે. રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ભારત પશ્ચિમ સાથેની તેની લોકશાહી સર્વસંમતિ પર ભાર મૂકવાને બદલે લોકશાહી રાજકારણના 'ભારતીય લક્ષણ'ને ઉજાગર કરવા તરફ આગળ વધ્યું છે. હાલમાં, લોકશાહી રાજકારણના ભારતીય મૂળ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, "તેમણે ઉમેર્યું.


લેખક ભારપૂર્વક જણાવે છે કે, આ બદલાવ તેની ઐતિહાસિક સંસ્થાનવાદી છાયામાંથી નીકળી જવાની અને રાજકીય અને સાંસ્કૃતિક રીતે એક વૈશ્વિક પ્રભાવક તરીકે પોતાની જાતને સ્થાન આપવાની ભારતની મહત્ત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.
આ ઉપરાંત, આ લેખમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારતની વિદેશ નીતિની વ્યૂહરચનાની પ્રશંસા કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રના બહુ-સંરેખણ અભિગમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને રશિયા-યુક્રેન સંઘર્ષમાં નાજુક વલણ દર્શાવતી વખતે અમેરિકા, જાપાન અને રશિયા જેવી મોટી વૈશ્વિક શક્તિઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં આવ્યા છે.



લેખમાં નોંધવામાં આવ્યું છે કે વિદેશ નીતિમાં ભારતની વ્યુહાત્મક વિચારસરણીમાં વધુ એક પરિવર્તન આવ્યું છે અને તે સ્પષ્ટ રીતે એક મહાન સત્તા વ્યુહરચના ભણી આગળ વધી રહ્યું છે. પ્રોફેસર ઝાંગ કહે છે, "જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે, ત્યારથી તેમણે અમેરિકા, જાપાન, રશિયા અને અન્ય દેશો અને પ્રાદેશિક સંગઠનો સાથે ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે બહુ-સંરેખણ વ્યૂહરચનાની હિમાયત કરી છે." 


લેખમાં નોંધવામાં આવ્યું છે કે ભારતે હંમેશા પોતાની જાતને વિશ્વ શક્તિ માની છે. જો કે, ભારતને મલ્ટિ-બેલેન્સિંગમાંથી મલ્ટિ-એલાઇનમેન્ટ તરફ સ્થળાંતર કર્યાને માત્ર 10 વર્ષ કરતા પણ ઓછો સમય થયો છે, અને હવે તે બહુધ્રુવીય વિશ્વમાં ધ્રુવ બનવાની વ્યૂહરચના તરફ ઝડપથી રૂપાંતરિત થઈ રહ્યું છે.  નિષ્કર્ષમાં, લેખક કહે છે, "એવું લાગે છે કે એક રૂપાંતરિત, મજબૂત અને વધુ અડગ ભારત એક નવું ભૂરાજકીય પરિબળ બની ગયું છે, જેને ઘણા દેશોએ ધ્યાનમાં લેવાની જરૂર છે."
ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ભારતની પ્રગતિ અને પ્રધાનમંત્રી મોદીની વ્યૂહાત્મક દ્રષ્ટિની આ દુર્લભ સ્વીકૃતિ ભારતના વધતા જતા વૈશ્વિક પ્રભાવની વધતી માન્યતા અને આંતરરાષ્ટ્રીય લેન્ડસ્કેપ પર તેની અડગ વલણની અસરો સૂચવે છે.


લંડનમાં મોબાઈલમાં ફરતા થયેલા એક વીડિયોથી ગુજરાતીઓ ગભરાયા, જોઈને સૌના જીવ અદ્ધર થયા