ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં સળંગ ત્રણ દિવસ વરસાદની આગાહી
Gujarat Weather Forecast : 8,9 અને 10 જાન્યુઆરીએ રાજ્યમાં પડી શકે છે વરસાદ,,, અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી,,, હવામાન વિભાગે કરી આગાહી,,, ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે માવઠું
Trending Photos
Gujarat Weather Forecast : માવઠું ગુજરાતની સાથે ગુંદરની જેમ ચોંટી ગયુ છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે માવઠું આવવાની વાતાવરણની ઘટના સામાન્ય બની ગઈ છે. હજી તો ગુજરાતમાં માંડ માંડ ઠંડી બેઠી છે, ત્યાં તો ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં 8, 9 અને 10 જાન્યુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે. જોકે, આ વચ્ચે ઠંડીની આફત તો યથાવત રહેશે. ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
શિયાળાની સિસ્ટમ ખોરવાઈ
એક દાયકામાં પહેલીવાર દોઢ મહિનો ઠંડી મોડી શરૂ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળાની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી ન પડવાની હવામાન ખાતાએ કરી આગાહી છે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. આ વચ્ચે જ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી છે. 8,9 અને 10 તારીખે આવનાર માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે. અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે હવામાન ખાતાએ આ આગાહી કરી છે.
હવામન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે માહિતી આપી કે, આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર નહી થાય. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતું આ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ બાદ વરસાદની શક્યતા છે. ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. 8-9-10 જાન્યુઆરીએ વરસાદ આવી શકે છે. અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.
- નલિયા 10.0 ડિગ્રી ,ભુજ 10.9 ડિગ્રી તાપમાન
- અમદાવાદમાં તાપમાન 14.3 ,ગાંધીનગરમાં 12.5
- ડીસા 11.2 ડિગ્રી તાપમાન, વલ્લભવિધ્યાનગર 14.6 ડિગ્રી
- વડોદરા 14.4 ડિગ્રી તાપમાન,સુરત 16.2 ડિગ્રી તાપમાન
- મહુવા 13.3 ડિગ્રી , કંડલા 11.6 ડિગ્રી તાપમાન
- અમરેલી 13.2 ડિગ્રી તાપમાન,પોરબંદર 13.0 ડિગ્રી
- રાજકોટ 10.5 ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગર 12.0 ડિગ્રી
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. 8,9,10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે