નવી દિલ્હી: લદાખ (Ladakh) માં ગલવાન વેલી (galwan valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા લોહીયાળ સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકોએ શહાદત વ્હોરી. આમ છતાં ચીન સતત વિક્ટિમ કાર્ડ પ્લે કરી રહ્યું છે અને જાણે તેનો કશો વાંક નથી તેવું દુનિયાને દર્શાવી રહ્યું છે. ચીની વિદેશ મંત્રાલયે એકવાર ફરીથી હિંસક ઘટના માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને બુધવારે કહ્યું કે હિંસાની આ ઘટના ચીનના એલઓસીવાળા વિસ્તારમાં થઈ આથી અમારી જવાબદારી નથી. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો કૂટનીતિક અને સૈન્ય ચેનલોથી સંપર્કમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લદાખ હિંસા: માર્યા ગયેલા ચીની સૈનિકોમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ 


લિજિને કહ્યું કે આ એકદમ સ્પષ્ટ છે કે હિંસાની જે ઘટના ચીની વાસ્તવિક નિયંત્રણ રેખાવાળા વિસ્તારમાં થઈ, આથી તેની જવાબદારી ચીનની થતી નથી. ચીન અને ભારત બંને કૂટનીતિક અને રાજકીય સ્તરે પ્રાસંગિક વિષયોને ઉકેલવા માટે નીકટ સંપર્કમાં છે. આ અગાઉ મંગળવારે પણ ચીની વિદેશ મંત્રાલયે ભારતને જ આ હિંસક ઘટના માટે જવાબદાર ઠેરવ્યું હતું. 


ચીને દાવો કર્યો કે ગલવાન વેલીનો વિસ્તાર હંમેશાથી તેમનો રહ્યો છે, પરંતુ હવે તે વધુ હિંસા ઈચ્છતું નથી. ચીની પ્રવક્તાએ ચીનના 43 સૈનિકોના નુકસાનના અહેવાલ પર કોઈ જ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે સરહદ પર સૈનિકો આ મામલાને જોઈ રહ્યાં છે. મારી હજુ આ અંગે કશું કહેવું નથી. સરહદ પર સ્થિતિ સ્થિર અને નિયંત્રણ યોગ્ય છે. 


લદાખ: LAC પર લોહીયાળ સંઘર્ષ, PM મોદીએ તાબડતોબ બોલાવી સર્વપક્ષીય બેઠક


'બંને પક્ષો વચ્ચે ગંભીર શારીરિક સંઘર્ષ થયો'
લિજિને મંગળવારે કહ્યું હતું કે ભારતીય સૈનિકોની કાર્યવાહીના કારણે બંને પક્ષો વચ્ચે ગંભીર શારીરિક સંઘર્ષ થયો હતો. તેમના કહેવા પ્રમાણે અમે ભારતને ભલામણ કરી છે કે તેઓ પોતાના સૈનિકો પર સરહદ પાર કરવા પર નિયંત્રણ રાખે અથવા એકતરફી કાર્યવાહી કરવાથી બચે જે સરહદની સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube