નવી દિલ્હી: અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ચીન (China) વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચીન સાયન્સ ફિક્શન ફિલ્મની પેટર્ન પર તેના સૈનિકોની અંદર ડીએનએ જીનોમ ફેરફાર કરી તે તેમને વધારે શક્તિશાળી અને મજબૂત બનાવવા પર પ્રયોગ કરી રહ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીના જણાવ્યા અનુસાર ચીન તેના સૈનિકો પર પ્રયોગ કરી તેને જૈવિક રીતથી સંવર્ધન સૈનિક બનાવવા પર કામ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Researchમાં થયો મોટો ખુલાસો, હવે જાણી શકાય છે તમારા માતનો સમય!


સૈનિકોના જીનોમ ફેરફાર કરવા ઈચ્છે છે ચીન
અમેરિકાની નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર જ્હોન રેટક્લિફે દાવો કર્યો છે કે ચીન (China) હાલમાં તેની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનો પર બાયોલોજિકલ પ્રયોગ કરી તેમને સુપર હ્યુમન બનાવવા કામ કરી રહ્યું છે. ચીનનો ઉદ્દેશ આખી દુનિયાને કબજો કરવાનો છે. ગત વર્ષે બે અમેરિકન સંશોધનકારોએ તેમના સંશોધનમાં લખ્યું હતું કે ચીન હાલમાં યુદ્ધના મેદાનમાં બાયો-ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યું છે. તે માનવ કોષોમાં જની એડિટિન્ગ તકનીકનો ઉપયોગ કરીને તેમને સામાન્ય માનવીઓ કરતાં વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે, સૈનિકોના ઘા ઝડપથી ભરાવવા લાગે અથવા તેઓ ઓછા અથવા વગર ખોરાકે લાંબા સમય સુધી લડવામાં સક્ષમ બનશે. તેઓ મુશ્કેલ વિસ્તારોમાં પણ સરળતાથી યુદ્ધ લડવામાં સક્ષમ બનશે, જે સામાન્ય લોકોની પરિઘથી દૂર હશે.


આ પણ વાંચો:- Bird Fluના વધતા કહેર વચ્ચે કન્દ્રીય મંત્રીએ ઈંડા-ચિકન ખાતા લોકોને આપી આ સલાહ


CRISPR ટેકનોલોજી પર કરી રહ્યું છે કામ
આ સંશોધનકારોએ લખ્યું છે કે, ખાસ કરીને ચીન (China) "ક્રાઇસ્પર" (CRISPR)ની તકનીકનો ઉપયોગ કરી રહ્યું છે, જેમાં સંપૂર્ણ નામ 'clusters of regularly interspaced short palindromic repeats' છે. આજ સુધી, આ તકનીકનો ઉપયોગ વિશ્વમાં વારસાગત રોગોની સારવાર માટે અને છોડની ઉપજ વધારવા માટે થાય છે. પરંતુ પશ્ચિમના વૈજ્ઞાનિકોએ નૈતિકતાને ટાંકીને તંદુરસ્ત માણસો પર તેમની શક્તિ વધારવા માટે આ તકનીકનો ઉપયોગ કર્યો ન હતો. પરંતુ ચીની સરકાર આ તકનીકનો ઉપયોગ પોતાના સૈનિકોને સુપર સૈનિક બનાવવા માટે કરી રહી છે.


આ પણ વાંચો:- Fixed Deposit: આ 5 બેંક આપી રહી છે FD પર સૌથી વધારે રિટર્ન


ભવિષ્યમાં યુદ્ધ જીતવાની રણનીતિ
જો કે, આજ સુધી જીનોમ ટેક્નોલનો ઉપયોગ કરીને મનુષ્યને સુપર હ્યુમન બનાવવાની વાત માત્ર કલ્પનાઓ સુધી મર્યાદિત છે. પરંતુ નિષ્ણાંતોના મતે, ચીન (China) ટૂંક સમયમાં તેને પૂર્ણ કરશે. સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટીમાં ચીનના ડિફેન્સ ટેકનોલોજી વિભાગમાં કાર્યરત એલ્સા કનીયાના જણાવ્યા મુજબ, ચીની સંરક્ષણ સંશોધનકારો આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છે. યુએસ નેવી ઓફિસર અને ચીની બાબતોના નિષ્ણાત વિલ્સન, વર્ન્ડિક સંશોધનકાર એલ્સા સાથે સંમત છે. વિલ્સનના મતે, ચીનના લશ્કરી વૈજ્ઞાનિકો અને વ્યૂહરચનાકારો આ વાતને શિદ્દતથી માને છે કે બાયોટેકનોલોજી (Biotechnology)માં અપાર સંભાવનાઓ છે, જે ભવિષ્યની વ્યૂહરચનામાં ધરખમ પરિવર્તન લાવશે. તેથી જ ચીનના વૈજ્ઞાનિકો બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત કાર્યરત છે.


આ પણ વાંચો:- જાણો વેક્સીનનો કેટલો હશે ડોઝ, શું છે સાઈડ ઇફેક્ટ્સ અને કેટલા દિવસ રહે છે તેની અસર


બાયોટેકનોલોજી ટેકનોલોજીમાં સંશોધન વધારી રહ્યું છે ચીન
આ અમેરિકન સંશોધનકારોએ વર્ષ 2017ના એક ચીની (China) જનરલને ટાંકીને કહ્યું છે કે આધુનિક બાયોટેકનોલોજી, માહિતી અને નેનો ટેકનોલોજીને જોડવી જોઈએ અને શસ્ત્રો, સાધનો અને યુદ્ધ સ્થળોના ક્ષેત્રમાં કામ કરવું જોઈએ. આ યુદ્ધને જીતવામાં અને આવતા સમયમાં દુશ્મનોનો વિનાશ કરવામાં ઘણી આગળ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube