Bird Fluના વધતા કહેર વચ્ચે કન્દ્રીય મંત્રીએ ઈંડા-ચિકન ખાતા લોકોને આપી આ સલાહ
કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે બર્ડ ફ્લૂ નો કહેર વધી ગયો છે. બર્ડ ફ્લૂ (Bird Flu) ધીરે ધીરે દેશના મોટા ભાગોને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)નું મોટું નિવેદન સામે આવ્યું છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે બર્ડ ફ્લૂ નો કહેર વધી ગયો છે. બર્ડ ફ્લૂ (Bird Flu) ધીરે ધીરે દેશના મોટા ભાગોને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Giriraj Singh)નું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બર્ડ ફ્લૂ ભારતનો નહીં પરંતુ યૂરોપના પક્ષીયોનો રોગ છે. તેમણે કહ્યું કે, લોકોમાં બર્ડ ફ્લૂનું સંક્રમણ નથી પરંતુ તેમ છતાં આપણે સાવધાની રાખવાની જરૂરીયાત છે. કેન્દ્રીય મંત્રીએ મીટના શોખીનોથી મીટ અને ઈંડાને સારી રીતે રાંધીને ખાવાનો આગ્રહ કર્યો છે.
લોકોને કર્યો આ આગ્રહ
ગિરિરાજ સિંહે ZEE News સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, રાજ્ય સરકારોને સાવધાની રાખવાના નિર્દેશ આપ્યા છે. જે રાજ્ય જેટલું સતર્ક રહેશે એટલા તેઓ સુરક્ષિત રહેશે. તેમણે કહ્યું કે, આ બીમારીનો સમગ્ર દુનિયામાં પ્રકોપ છે. અમે શિયાળા માટે સાવચેતી રાખવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે, બર્ડ ફ્લૂ ભારતનો નહીં પરંતુ યૂરોપના પક્ષીઓનો રોગ છે, આ બીમારી માઈગ્રેટરી બર્ડથી ફેલાઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ લોકોને સતર્ક રહેવા અને મીટ અને ઈંડાને સારી રીતે રાંધીને ખાવાનો આગ્ર કર્યો છે.
કેન્દ્ર સરકાર એલર્ટ
તમને જણાવી દેઇએ કે બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. ત્યારે રાજ્ય સરકારોને પણ સ્થિતિની સમીક્ષા કરી છે. આ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્રએ રાજ્યોથી સંપર્ક કરવા માટે એક કંટ્રોલ રૂમ (Bird Flu Control Room) બનાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે