હાઈલાઇટ્સ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોવિડ-19થી કુંવારા લોકોમાં મૃત્યુનું જોખમ વધારે
નવા રિસર્ચે અનમેરિડ લોકોની ચિંતામાં કર્યો વધારો
સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીએ કર્યો અભ્યાસ


સ્વીડનઃ સ્વસ્થ જીવન વિતાવવા માટે લગ્નજીવન ખૂબ જરૂરી છે. આ વાત બહુ પહેલાંથી કહેવામાં આવી રહી છે. પરંતુ કોરોનાકાળમાં ફરી એકવાર આ તર્ક સાચો સાબિત થતો હોય તેવું લાગે છે. કોરોના વાયરસ અંગે એક નવું રિસર્ચ સામે આવ્યું છે. આ રિસર્ચમાં કોવિડ-19થી લગ્ન કરેલા લોકોની સરખામણીમાં કુંવારા લોકોમાં જીવનું જોખમ વધી જાય છે. અને કેટલાંક કિસ્સાઓમાં તો મૃત્યુ પણ થઈ જાય છે. ત્યારે કોણે આ રિસર્ચ કર્યું?. અને કયા માપદંડના આધારે આ તારણ કાઢવામાં આવ્યું?  વાંચો આ અહેવાલ...


એકબાજુ કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે રોજેરોજ થઈ રહેલા નવા રિસર્ચથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કોરોના વાયરસ ઉંમરલાયક કે વૃદ્ધ વ્યક્તિ પર અટેક કરે છે. પરંતુ આ વખતે એવું રિસર્ચ સામે આવ્યું છે. જેણે અનમેરિડ એટલે કે કુંવારા લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે.


એવું કહેવાય છે કે હેલ્થી લાઈફ માટે લગ્ન જીવન હવે જરૂરી થઈ ગયું છે. મહામારીના આ સંકટકાળમાં આ તર્ક સાચો સાબિત થવા લાગ્યો છે. એક નવી સ્ટડી પ્રમાણે કોવિડ-19થી કુંવારા લોકોમાં મૃત્યુનું જોખમ લગ્ન કરેલા લોકોની સરખામણીમાં વધારે થાય છે. આ રિસર્ચ કર્યું છે સ્વીડનની યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમે. તેના વૈજ્ઞાનિકોએ કોરોના અંગે ચેતવણી પણ આપી દીધી છે.


Video: અઝરબૈજાન માટે લડી રહ્યાં છે સીરિયાના આતંકવાદી, આર્મેનિયાએ જાહેર કર્યાં પૂરાવા  


રિસર્ચના દાવા
સ્ટોકહોમ યુનિવર્સિટીના શોધકર્તાઓએ દાવો કર્યો કે...
કુંવારા લોકો ઉપરાંત 
ઓછી આવક ધરાવતા..
ઓછું અક્ષરજ્ઞાન મેળવેલા...
ઓછી કે મધ્યમ આવકવાળા...
દેશોમાં કોરોના વાયરસથી મોતની સંભાવનાઓ વધારે છે...


આ સ્ટડી સ્વીડિશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલફેર દ્વારા સ્વીડનમાં કોવિડ-19થી રજિસ્ટર્ડ થયેલા મોતના ડેટા પર આધારિત છે.


આ સ્ટડીમાં 20 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ટડીના લેખક સ્વેન ડ્રેફ્હાલ કહે છે કે કોવિડ-19થી થયેલા મોતની સાથે અનેક મોટા પરિબળ મજબૂતાઈથી જોડાયેલા છે.


કુંવારા મહિલા કે પુરુષોમાં કોવિડ-19થી મૃત્યુનું જોખમ વિવાહિત લોકોની સરખામણીએ દોઢથી બે ગણું વધારે હોય છે.
આ યાદીમાં કુંવારા, વિધવા-વિધુર અને છૂટાછેડા લીધેલા લોકો પણ સામેલ છે. કુંવારા લોકોને મેરિડ કપલની સરખામણીએ ઓછું સુરક્ષિત વાતાવરણ મળે છે. આથી મેરિડ કપલ કુંવારા લોકોની સરખામણીએ ઓછા બીમાર પડે છે. આ રિસર્ચમાં કોવિડ-19થી કુંવારા લોકોમાં મૃત્યુની વધારે સંભાવનાને સારી રીતે સમજી શકાય છે.


આ રિસર્ચની માહિતી મેળવવા માટે સંશોધનકર્તાઓએ સ્વીડનમાં કોરોનાથી સંક્રમિત 20 વર્ષથી વધારે ઉંમરના મૃતકોનો ડેટા તૈયાર કર્યો. કોરોનાથી સંક્રમિત દર્દીઓની જાણકારી દર્દીઓના સરકારી ડેટા પરથી મેળવવામાં આવી છે. જેમાં સામે આવ્યું કે કોરોનાથી તે દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.


હાલ આખી દુનિયામાં કોરોનાના કેસનો આંકડો પોણા 4 કરોડને વટાવી ગયો છે. જેમાં કોરોનાનો સૌથી વધારે માર અમેરિકા, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર પડ્યો છે. એકલા અમેરિકા અને ભારતમાં જ કોરોનાના કુલ દોઢ કરોડથી વધારે કેસ થઈ ગયા છે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કોરોના ઉંમરલાયક કે વૃદ્ધ લોકો પર સૌથી વધુ અસર કરે છે. પરંતુ નવા રિસર્ચથી કુંવારા લોકોની ચિંતામાં ચોક્કસ વધારો થઈ ગયો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube