Video: અઝરબૈજાન માટે લડી રહ્યાં છે સીરિયાના આતંકવાદી, આર્મેનિયાએ જાહેર કર્યાં પૂરાવા

Azerbaijan-Armenia War: અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં આર્મેનિયાએ આરોપ લગાવ્યો કે અઝરબૈજાન સીરિયાથી આવેલા આતંકવાદીઓને તેની વિરુદ્ધ હુમલા માટે ઉપયોગ કરી રહ્યું છે. 

Video: અઝરબૈજાન માટે લડી રહ્યાં છે સીરિયાના આતંકવાદી, આર્મેનિયાએ જાહેર કર્યાં પૂરાવા

બાકૂ/યરવનઃ થોડા દિવસ પહેલા રશિયાએ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ રોકવા માટે મધ્યસ્થા કરી હતી. ત્યારબાદ સંઘર્ષવિરામ પર સહમતિ પણ બનાવવામાં આવી. પરંતુ એક દિવસ બાદ અઝરબૈજાને આર્મેનિયા પર આરોપ લગાવ્યો કે, તેના ગામો પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે. તો બીજીતરફ આર્મેનિયાએ વીડિયો રિલીઝ કરી દાવો કર્યો કે તેના પર હુમલા માટે સીરિયાથી આતંકવાદીઓ બોલાવવામાં આવ્યા છે.

અઝરબૈજાન સૈનિકોની યૂનિફોર્મમાં આતંકી
થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આ જંગમાં હજારો આતંકી ગૃહયુદ્ધથી પ્રભાવિત સીરિયા અને લીબિયાથી નાગોર્નો-કારાબાખ મોકલવામાં આવી રહ્યાં છે.

— Armenian Unified Infocenter (@ArmenianUnified) October 11, 2020

આર્મેનિયા સરકારે આર્મીનિયાઈ યૂનાઇફાઇડ ઇન્ફોસેન્ટરે વીડિયો જારી કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું કે, અજરબૈજાનના બોર્ડર ગાર્ડસના યૂનિફોર્મમાં આતંકવાદી મોકલવામાં આવી રહ્યાં છે. તે અઝરબૈજાનની ગાડીઓ અને પિક-અપ ટ્રકથી આવી રહ્યાં છે. દાવો કરવામાં આવ્યો કે આ પિક-અપ ટ્રક અઝરબૈજાનની સરકારે નાગરિકો પાસે લીધા છે. 

પાકિસ્તાન-તુર્કીથી આવી રહ્યાં છે આતંકી
આ પહેલા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન અને તુર્કીએ કિલિંગ મશીન કહેવાતા આ આતંકવાદીઓને યુદ્ધ માટે ઘણા પૈસા આપ્યા છે. આ આતંકવાદી 22 સપ્ટેમ્બર અને ત્યારબાદ તુર્કીના રસ્તે અઝરબૈજાનની રાજધાની બાકૂ પહોંચ્યા હતા. ભારે હથિયારોથી લેસ આ આતંકવાદીઓની સંખ્યા આશરે 1 હજાર જણાવવામાં આવી રહી છે. આ બધા હમઝા બ્રિગેડના હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગના આતંકવાદી સીરિયાથી આવ્યા છે. પરંતુ કેટલાક લોકોને લીબિયાથી મોકલવામાં આવ્યા છે. 

— Armenian Unified Infocenter (@ArmenianUnified) October 11, 2020

સંઘર્ષવિરામ માટે તૈયાર થયા બંન્ને દેશ
તો રશિયા વિદેશ સર્ગેઈ લાવરોવે જાણકારી આપી કે યુદ્ધ કેદીઓ અને અન્ય પકડાયેલા વ્યક્તિઓની અદલા-બદલીના માનવીય ઉદ્દેશ્યની સાથે-સાથે સૈનિકોના શબની અદલા-બદલી પર સહમતિની સાથે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું છે. યુદ્ધવિરામની જાહેરાત લાવરોવ, અઝરબૈજાન અને આર્મેનિયાઈ વિદેશ મંત્રીઓ જેહુન બેરામોવ અને જોહરાબ મેનાત્સકનયાનની વચ્ચે ત્રિપક્ષીય વાર્તા બાદ થઈ, જેમાં નાગોર્નો-કારાબાખમાં ક્ષેત્રમાં લડાઈ સમાપ્ત કરવા સંબંધી સમાધાનને લઈ 10 કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news