જિનેવાઃ કોરોના વાયરસ મહામારીને રોકવા માટે વિશ્વભરના ઘણા દેશોમાં રસીકરણ શરૂ થઈ ગયું છે અને ઘણા દેશોમાં થવાનું છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિકની વાત લોકોને નિરાશ કરી શકે છે. મુખ્ય વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે કોરોના રસીકરણ શરૂ થયા બાદ પણ આ વર્ષે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થવાની સંભાવના નથી. સોમવારે એક મીડિયા બ્રીફિંગમાં ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ઘણા દેશોએ કોરોનાનો પ્રસાર રોકવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ સહિત અન્ય ઉપાયો પર નિર્ભર રહેવું પડશે. હાલના સપ્તાહોમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇઝરાયક અને નેધરલેન્ડ સહિત અન્ય દેશોએ પોતાના નાગરિકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વામીનાથને કહ્યું કે, ભલે વેક્સિન સંવેદનશીલ લોકોની રક્ષા કરવાનું શરૂ કરી દે, પરંતુ 2021માં આપણે હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરી શકશું નહીં. જો આ કેટલીક જગ્યા કે કેટલાક દેશમાં થાય છે તો પણ વિશ્વભરના લોકોની રક્ષા કરવાના નથી. વૈજ્ઞાનિક અનુસાર સામાન્ય રીતે હર્ડ ઇમ્યુનિટી માટે લગભગ 70% રસીકરણ દરની જરૂરીયાત હોય છે. તેનાથી કોઈપણ બીમારી વિરુદ્ધ સંપૂર્ણ વસ્તી સુરક્ષિત થાય છે. પરંતુ કોરોના ખુબ સંક્રામક છે, તેવામાં કેટલાક લોકોનું માનવું છે કે તે માટે 70 ટકાથી કામ થશે નહીં. 


આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી  


વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલના સલાહકાર ડો. બ્રૂસ આયલવર્ડે કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી આશા કરી રહી છે કે કોરોના વાયરસ રસીકરણ આ મહિનાના અંતમાં કે ફેબ્રુઆરીમાં વિશ્વના કેટલાક ગરીબ દેશોમાં શરૂ થઈ શકે છે. વૈશ્વિક સમુદાયથી તમામ દેશો સુધી રસી પહોંચ નક્કી કરવા માટે અને વધુ પ્રયાસ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ નબળી વસ્તીમાં રસીકરણ શરૂ કરવા માટે વિશેષ રૂપથી રસી નિર્માતાઓના સહયોગની જરૂરીયાત છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube