વેલિન્ગટન: કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં એકવાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યૂઝીલેન્ડે ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ ન્યૂઝેલન્ડનો કોરોના વાયરસથી મુક્ત રહેવાનો 24 દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો. ન્યૂઝીલેન્ડે કોરોના વાયરસના એક પણ કેસ સામે ન આવ્યા બાદ ગત સપ્તાહે તમામ આર્થિક અને સામાજિક પ્રતિબંધોને હટાવી લીધા હતાં. આ બધા વચ્ચે દેશના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને ચેતવણી આપી કે આવનારા સમયમાં વધુ નવા કેસ સામે આવી શકે છે. કારણ કે દેશના કેટલાક નાગરિકો ઘરે પાછા ફરી રહ્યાં છે અને કેટલાક અન્યને વિશેષ પરિસ્થિતિઓમાં આવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: દેશમાં કોરોનાના કેસ 3.43 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 10,667 નવા કેસ


સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ બંને નવા કેસમાં નાગરિકો બ્રિટનથી પાછા ફર્યા હતાં અને એક બીજા સાથે જોડાયેલા છે. આ અગાઉ સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે અંતિમ વ્યક્તિ કે જેમાં ચેપની પુષ્ટિ થઈ હતી તે હવે સ્વસ્થ થઈ ગયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવ્યાં હતાં કે દેશમાં વિદેશથી નવા કેસ સામે આવી શકે છે. જેણે કેટલીક છૂટછાટો સાથે પોતાના નાગરિકો અને લોકોને બાદ કરતા અન્ય તમામ માટે પોતાની સરહદો સીલ કરી છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube