Corona Update: દેશમાં કોરોનાના કેસ 3.43 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 10,667 નવા કેસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના છેલ્લા 24 કલાકમાં નવા 10,667 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 380 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 343091 થઈ છે. જેમાંથી 1,53,178 એક્ટિવ કેસ છે. જ્યારે 1,80,013 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 9900 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. 
Corona Update: દેશમાં કોરોનાના કેસ 3.43 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 10,667 નવા કેસ

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના છેલ્લા 24 કલાકમાં નવા 10,667 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 380 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 343091 થઈ છે. જેમાંથી 1,53,178 એક્ટિવ કેસ છે. જ્યારે 1,80,013 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 9900 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. 

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર (Maharashtra)  છે જ્યાં અત્યાર સુધીમાં કુલ 110744 કેસ નોંધાયા છે. જેમાંથી 50567 એક્ટિવ કેસ છે અને 56049 લોકો સાજા થયા છે જ્યારે 4128 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 46504 કેસ નોંધાયા છે જ્યારે 479 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

ત્રીજા નંબરે દિલ્હી આવે છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 42829 કેસ નોંધાયા છે. જ્યારે 1400 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ચોથા નંબરે ગુજરાત આવે છે. અહીં કોરોનાના કુલ 24055 કેસ નોંધાયા છે. જેમાંથી 5886 એક્ટિવ કેસ છે. જ્યારે 1505 લોકોએ જીવ ગુમાવ્યાં છે. પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ છે જ્યાં કોરોનાના 13615 કેસ નોંધાયા છે અને 399 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

જુઓ LIVE TV

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ 78.23 લાખને પાર
સમગ્ર વિશ્વની વાત કરીએ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના 78,23,289 કન્ફર્મ કેસ નોંધાયા છે. જ્યારે 431,541 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે જ્યાં કોરોનાના કુલ 20,57,838 કન્ફર્મ કેસ છે ત્યારબાદ બ્રાઝીલમાં કોરોનાના 8,50,514 કેસ નોંધાયા છે. ત્રીજા નંબરે રશિયા આવે છે જ્યાં કોરોનાના કુલ 5,37,210 કન્ફર્મ કેસ છે. ચોથા નંબરે ભારત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news