નવી દિલ્લીઃ વર્ષ 2020 એ સમગ્ર દુનિયા માટે ખુબ જ દુઃખદાયક રહ્યું છે. કારણકે, આ વર્ષમાં વિશ્વના તમામ દેશો જીવલેણ કોરોનાની મહામારીના સંકટમાં સપડાયેલાં જોવા મળ્યાં. આ સ્થિતિની વચ્ચે દુનિયાભરમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધ્યું. દુનિયાના દેશોની સાથો-સાથ આ સમયગાળા દરમિયાન ભારતમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આંકડા સામે આવ્યાં. જર્મનીની નોન ગર્વંમેન્ટ એજન્સી Transparency International દ્વારા દર વર્ષે ભ્રષ્ટાચાર અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ એજન્સીનું હેડક્વાર્ટર બર્લીનમાં આવેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Friday Release Funda: કેમ બોલીવુડમાં શુક્રવારે જ રિલીઝ થાય છે ફિલ્મો? જાણો રસપ્રદ કહાની


સમગ્ર વિશ્વમાં ભ્રષ્ટાચાર પર નજર રાખનારી રેન્કિંગ એજન્સી ટ્રાંસપરેન્સી ઈન્ટરનેશનલ (Transparency International) ગુરૂવારે '2020 કરપ્શન પર્સેપ્શન્સ ઈન્ડેક્સ (CPI)' જાહેર કર્યો છે. જેમાં ભારત 40 અંકોની સાથે 86માં સ્થાન પર છે. ગત વર્ષે 41 અંકોની સાથે આપણો દેશ 80માં સ્થાનો હતો. ચીનની સ્થિતિમાં થોડા સુધારો થયો છે. આ યાદીમાં ચીન 78માં નંબર પર છે. 


ન્યૂઝીલેન્ડ અને ડેનમાર્ક આ બન્ને દેશોમાં છે સૌથી ઓછું કરપ્શન (Corruption):
સૌથી સારી સ્થિતિ એટલે કે સૌથી ઓછો ભ્રષ્ટાચાર (Corruption) ન્યૂઝીલેન્ડમાં છે. તેઓને 100માંથી 88 પોઈન્ટ્સ મળ્યાં છે અને તેઓ પહેલાં નંબરે છે. એટલાં જ પોઈન્ટ ડેનમાર્કના છે. ન્યૂઝીલેન્ડની સાથે તે પણ પહેલાં નંબરે છે.


Bollywoodમાં ફેલ થયા આ જાણીતા સ્ટાર્સના બાળકો, સાબિત થયું ટેલેન્ટની થાય છે જીત


કરપ્શન (Corruption) પર કોરોનાની અસર:
CPIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કરપ્શન પર કોરોનાની પણ અસર જોવા મળી છે, કેમકે કોવિડ માત્ર એક હેલ્થ અને ઈકોનોમિક ઈશ્યૂ નથી રહ્યો. CPIએ 13 એક્સપર્ટસ અને ઉદ્યોગ સાથે જોડાયેલાં લોકોના સર્વેના આધારે આ લિસ્ટ બહાર પાડ્યું છે. જે દેશોને 100માંથી સૌથી વધુ અંક મળ્યા છે, તે સૌથી ઓછા ભ્રષ્ટ દેશ ગણાય છે.


કોણ છે આ દાદા!....જે મલાઈકાના રૂમમાં તો દીપિકાના રસોડામાં ઘૂસી ગયા, Social Media માં મચી છે ધૂમ


વર્લ્ડ લીડર્સ દેશોમાં ટોપ-10માં માત્ર એક જ દેશઃ
વર્ષ 2020માં ભ્રષ્ટાચારની બાબતમાં વર્લ્ડ લીડર્સના Ranking ની વાત કરવામાં આવે તો, ટોપ-5 માં દુનિયાનો એક પણ મોટો દેશ નથી. વર્લ્ડ લીડર્સમાંથી એક માત્ર જર્મની છે જે ટોપ-10 Ranking માં સ્થાન ધરાવે છે. આ યાદીમાં જર્મની 9માં સ્થાને છે. જ્યારે ત્યાર બાદ બ્રિટન 11 માં સ્થાને છે. ઓછા કરપ્શન રેટના Ranking માં ફ્રાંસ 23માં જ્યારે અમેરિકા 25માં સ્થાને છે. આ યાદીમાં રશિયા છેક, 129માં સ્થાને છે.


હાઈટેક યુગમાં વધ્યો સાઇકલિંગનો ક્રેઝ, એક સમયે Cycle માટે પણ લેવું પડતું હતું લાઇસન્સ!


દુનિયાના આ દેશોમાં છે સૌથી ઓછો ભ્રષ્ટાચાર (Corruption) :
CPIના વર્ષ 2020ના રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડ અને ડેનમાર્કમાં દુનિયામાં સૌથી ઓછું કરપ્શન છે. આ બન્ને દેશો Ranking માં પહેલાં સ્થાને છે. ફિનલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુપ અને સ્વીડન Ranking માં બીજા નંબરે છે. નોર્વે 7માં ક્રમે, નેધરલેન્ડ 8માં ક્રમે અને લક્ઝમબર્ગ અને જર્મની 9માં સ્થાને છે.


આ દેશોમાં કરપ્શન (Corruption) વધ્યુંઃ
22 દેશો એવા છે જ્યાં ગત વર્ષે ભ્રષ્ટાચાર ઝડપથી વધ્યો છે. જેમાં બોસ્નિયા-હર્જેગોવિના (35), ગ્વાટેમાલા (25), લેબનોન (25), મલાવી (30), માલ્ટા (53) અને પોલેન્ડ (56) સામેલ છે.


PHOTOS: Russia ના રાષ્ટ્રપતિ Vladimir Putin ના Secret Palace નો થયો ખુલાસો, તસવીરો જોઈ સ્તબ્ધ થશો

વર્ષ 2020માં આ દેશોની Ranking સુધરી:
CPI મુજબ કુલ 26 દેશોના Ranking ગત વર્ષે (2019) ની તુલનાએ સારા થયા છે, જેમાં ભારતનો પાડોશી દેશ મ્યાનમાર પણ સામેલ છે. તેઓ હવે 28 અંકની સાથે 137માં સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત જે દેશોમાં કરપ્શનના મામલામાં સુધારો થયો છે, તેમાં ઈક્વાડોર (39), ગ્રીસ (50), ગુયાના (41) અને સાઉથ કોરિયા (61) સામેલ છે.

UPA સરકારમાં વર્ષ 2006-2007માં સ્થિતિ સુધરીઃ
2006-07માં કરપ્શનના મામલે જરૂરી રેન્કિંગ સુધર્યા. તે દરમિયાન ભારત 70માં અને 72માં સ્થાને હતા. UPA શાસનના અંતિમ સમયમાં એટલે કે 2013માં આપણે 94માં સ્થાન પર ખસી ગયા હતા. 


NDA સરકારમાં વર્ષ 2015માં સૌથી સારી સ્થિતિ રહીઃ
રેન્કિંગ એજન્સી ટ્રાંસપરેન્સી ઈન્ટરનેશનલ (Transparency International) મુજબ વર્ષ 2005થી લઈને 2013 સુધી UPAની મનમોહન સિંહની સરકાર અને હાલની નરેન્દ્ર મોદી સરકારની તુલના કરવામાં આવે તો સ્થિતિમાં ખાસ કંઈજ સુધારો થયો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સૌથી સારી સ્થિતિ 2015માં રહી, ત્યારે ભારત વર્લ્ડ રેન્કિંગમાં 76માં સ્થાને પહોંચી ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube