Friday Release Funda: કેમ બોલીવુડમાં શુક્રવારે જ રિલીઝ થાય છે ફિલ્મો? જાણો રસપ્રદ કહાની
ભારતમાં શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાનો ટ્રેન્ડ 1950ના દાયકામાં શરૂ થયો. મુઘલ-એ-આઝામ પહેલી ફિલ્મ હતી જે 5 ઓગષ્ટના 1950માં શુક્રવારે રિલીઝ થઈ હતી. અંડરવર્લ્ડ અને દુબઈ સાથે પણ બોલીવુડનું કનેશન હોવાનું હંમેશા ચર્ચાતું રહ્યું છે. આ બધી જ બાબતો અને Friday Release Funda વચ્ચે શું કનેક્શન જે તે પણ જાણવા જેવું છે.
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ ઘણા લોકો અઠવાડીયાના શુક્રવારને સૌથી ઉત્તમ દિવસ ગણતા હોઈ છે. શુક્રવાર કેટલીક કંપનીઓમાં અઠવાડીયાનો કામ કરવાનો અંતિમ દિવસ હોઈ છે. લોકો પોતાના વિકેન્ડ પ્લાનની શરૂઆત શુક્રવારથી કરતા હોઈ છે. કેમ કે તે દિવસથી વિકેન્ડ શરૂ થાય છે. વાત કરીએ બોલીવૂડની ફિલ્મોની, તો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, કેમ બોલીવૂડની ફિલ્મો શુક્રવારે જ રિલીઝ થાય છે? ત્યારે, અમે રિસર્ચ કર્યું અને શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાના અનેકો કારણ સામે આવ્યા. જેમાના અમુક કારણ વિચાર્યે તો સાચા છે.
શું બોલીવુડ કરે છે હોલીવુડની કોપી?
ઘણા લોકો એવું માને છે કે બોલીવૂડ હોલીવૂડની કોપી કરે છે જેના કારણે બોલીવૂડમાં પણ હોલીવૂડની જેમ શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય છે. હોલીવૂડમાં ગોન વિથ થ વિન્ડ નામની ફિલ્મ વર્ષ 1939માં શુક્રવારે રિલીઝ થઈ હતી. જે બાદ મોટાભાગની હોલીવૂડ ફિલ્મો શુક્રવારે રિલીઝ થવા લાગી. જો કે ભારતમાં શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાનો ટ્રેન્ડ 1950ના દાયકામાં શરૂ થયો. મુઘલ-એ-આઝામ પહેલી ફિલ્મ હતી જે 5 ઓગષ્ટના 1950માં શુક્રવારે રિલીઝ થઈ હતી. એટલે આ પરથી તમે અંદાજ લગાવી શકો છો.
ભારતીય પુરાણોના મુજબ શુક્રવાર શુભ દિવસ હોઈ છે
ભારતીય પુરાણો મુજબ શુક્રવાર લક્ષ્મી માતાનો દિવસ હોઈ છે. જેનાથી તે દિવસે શરૂ કરાયેલા કામો લાભદાયી હોઈ છે. જ્યારે, મોટાભાગની ફિલ્મોના મુહૂર્તો પણ શુક્રવારના દિવસેથી જ કરવામાં આવતા હોઈ છે. ત્યારે, ફિલ્મ પૂર્ણ થયા બાદ પ્રોડ્યુરો શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવાને આર્થિક રીતે લાભદાયી માને છે.
શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવનો ફાયદો!
દરેસ પ્રોડ્યુસર ક્યાંકને કયાંક પોતાના પૈસા બચાવવા માગે છે. ત્યારે, આપને જાણતા નવાઈ લાગશે કે શુક્રવારે મલ્ટીપ્લેક્સ તેમજ થેટર્સમાં શુક્રવારે સ્ક્રિનિંગની ફિ અન્ય દિવસો કરતા ઓછી હોઈ છે. જેથી જો ફિલ્મ શનિ - રવિ દરમ્યાન સારી ચાલે તો આગળ કેટલા સમય સુધી ફિલ્મ ચલાવી તે ખબર પડી શકે.
બોલીવુડની બીજૂ ઘર દુબઈ
બોલીવૂડનું બીજૂ ઘર એટલે દુબઈ. દુબઈના લોકો સલમાનથી શાહરૂખના ફેન્સ છે. દુબઈમાં શુક્રવારે રજા હોવાના કારણે મોટા ભાગના લોકો તે દિવસે ફિલ્મ જોવાનું પસંદ કરતા હોઈ છે. જેનું પણ એક મોટૂં કારણે છે જેના લીધે શુક્રવારે બોલીવૂડની હિલ્મો રિલીઝ થતી હોઈ છે.
બોલીવુડનું અન્ડરવર્લ્ડ કનેક્શન?
બી-ટાઉન્સની ચર્ચા મુજબ એક સમયે ઘણી ફિલ્મોમાં અન્ડરવર્લડનું નાણું પણ લાગતું હતું. અને અન્ડરવર્લડથી જોડાયેલા લોકો મોટાભાગે દુબઈમાં સ્થાયી થયેલા હતા. ત્યારે, શુક્રવારે રજા હોવાના કારણે તેઓ ગુરૂવારે ફિલ્મ જોઈ લેતા અને શુક્રવારે તે ફિલ્મ રિલીઝ કરાવવી કે નહીં તેનો નિર્ણય લેતા. જેમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો મોટો હાથ હોવાની પણ ચર્ચા છે. અમે આ વાતની પુષ્ટી નથી કરતા પણ આ માત્ર એક ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે