PoKમાં પાકિસ્તાન સાથે કામ કરનારી ચીની ટેલિકોમ કંપનીઓ પર સકંજો કસશે સરકાર
એક બાજુ જ્યાં ગ્લોબલ લીડર તરીકે ઓળખાતી ચીનની કંપની હુવાવે (Huawei), 5G મોબાઈલ ટેક્નોલોજી સંબંધિત ઈક્વિપમેન્ટનેલઈને ભારતીય બજારમાં ઉતરવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ Huawei અને ZTE જેવી ચીની ફર્મ્સને પ્રતિબંધિત કરવાની માગણી દેશભરમાં વધી રહી છે. હાલમાં જ સરહદ પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ ભારતે 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. જેમાં ટોપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટિકટોક અને વીચેટ પણ સામેલ છે.
નવી દિલ્હી: એક બાજુ જ્યાં ગ્લોબલ લીડર તરીકે ઓળખાતી ચીનની કંપની હુવાવે (Huawei), 5G મોબાઈલ ટેક્નોલોજી સંબંધિત ઈક્વિપમેન્ટનેલઈને ભારતીય બજારમાં ઉતરવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ Huawei અને ZTE જેવી ચીની ફર્મ્સને પ્રતિબંધિત કરવાની માગણી દેશભરમાં વધી રહી છે. હાલમાં જ સરહદ પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યા બાદ ભારતે 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. જેમાં ટોપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટિકટોક અને વીચેટ પણ સામેલ છે.
ભારત સરકારે આ પ્રતિબંધને યોગ્ય ગણાવતા કહ્યું કે આ એપ્લિકેશન્સ દેશના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા સામે જોખમ હતી. અનેક ચીની કંપનીઓ કે જેમાં Huawei સામેલ છે. તે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક્સ કોરિડોર (CPEC) સાથે જોડાયેલી છે. આ કોરિડોર પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં છે. ભારતમાં એવી માગણી થઈ રહી છે કે ચીની કંપનીઓ કે જે પીઓકેમાં પાકિસ્તાન સાથે કામ કરી રહી છે તેમને ભારતમાં કામ કરવાની મંજૂરી ન મળે.
જ્યારથી લદાખના ગલવાનમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું છે ત્યારથી ભારતમાં ચીની ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની માગણી વધી રહી છે. ભારત હવે 4જી નેટવર્ક સંબંધિત ચીનની ટેલીકોમ્યુનિકેશન કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની યોજના ઘડી રહ્યું છે. આ બાજુ 5G નેટવર્ક માટે પણ ચીની કંપનીઓને મંજૂરી આપશે નહીં.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના વાઈસ પ્રેસિડેન્ટ ગૌતમ ચિકરમે 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાના રિસર્ચ પેપરમાં કહ્યું છે કે ચીનની આ પ્રવૃત્તિને જોતા જે પ્રકારે કોર્પોરેટ ઓપરેશનમાં તેનો હસ્તક્ષેપ વધ્યો છે અને જે પ્રકારના ક્રિકિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હુવાવે ડીલ કરે છે, કંપની પોતાની ઉપસ્થિતિથી કોઈ પણ દેશની સુરક્ષા સામે જોખમ પેદા કરી શકે છે. આ બાજુ ભારત માટે આ પ્રકારનું જોખમ ઘણું વધી જાય છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube