Disease X: છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ કોરોનાનો કહેર જોયો છે. કોરોના વાયરસના કારણે લાખો લોકોના મોત થયા છે. જો કે, વર્ષ 2019 થી શરૂ થયેલ આ રોગચાળાનો આતંક હવે અમુક હદ સુધી સમાપ્ત થઈ ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ વધુ એક નવી મહામારીની ચેતવણી જાહેર કરી છે, જેને કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક ગણાવવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Disease X રોગ કોરોના કરતા વધુ ઘાતક?
આ ચેતવણી બાદ WHOની વેબસાઈટ પર 'પ્રાયોરિટી રોગો'ની યાદીમાં નવેસરથી લોકોની રુચિ વધી ગઈ છે. આગામી સંભવિત જીવલેણ રોગચાળાની યાદીમાં  ઇબોલા, સાર્સ અને ઝિકા  પણ સામેલ છે. પરંતુ આ લિસ્ટમાં એક બીમારીએ દરેકની ચિંતા વધારી દીધી છે, જેનું નામ છે 'ડિસીઝ એક્સ'. WHOની વેબસાઈટ અનુસાર, આ શબ્દ એવી ગંભીર આંતરરાષ્ટ્રીય મહામારીનું પ્રતિનિધિત્વ કરે છે, જેના વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. એટલે કે તે હજી સુધી આ રોગથી કોઈ મનુષ્ય બીમાર થયો નથી.


આ પણ વાંચો:
1 June 2023 Rules: 1 જૂનથી થશે આ ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર, જાણો વિગતો
PM નું અપમાન કરવાની કિંમત ચુકવવી પડશે, વિપક્ષના બાયકોટ પર શાહનો હુમલો
શુક્રવારનો દિવસ કઈ કઈ રાશિના જાતકો માટે છે શુભ અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણો


વાયરસ, બેક્ટેરિયા અથવા ફૂગ કંઈપણ હોઈ શકે છે Disease X
Disease X વાયરસ, બેક્ટેરિયા અથવા ફૂગ ગમે તે હોઈ શકે છે. WHO એ વર્ષ 2018 માં આ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પછી એક વર્ષમાં કોરોના આખી દુનિયામાં ફેલાવા લાગ્યો. 


Disease X પહેલા પ્રાણીઓમાં અને પછી માણસોમાં ફેલાય છે
તેમણે ધ્યાન દોર્યું કે કંબોડિયામાં H5N1 બર્ડ ફ્લૂના તાજેતરના કેસ માત્ર એક છે. Disease X તેના પુરોગામી ઇબોલા, HIV/AIDS અથવા કોરોનાની જેમ, સંભવતઃ પ્રાણીઓમાં ઉદ્દભવે છે અને પછી મનુષ્યોમાં ફેલાય છે, જે ગંભીર બીમારી અને મૃત્યુદરમાં વધારો કરે છે.


આ પણ વાંચો:
વિપક્ષના બહિષ્કાર વચ્ચે 24 પાર્ટીઓ થશે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સામેલ, જુઓ લિસ્ટ
મોદી સરકારના 9 વર્ષ પર મંત્રીઓની થશે કસોટી, 160 લોકસભા સીટનો મળ્યો 'ટાર્ગેટ'
મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube