તેહરાન: ઈરાન અને અમેરિકાની વચ્ચે ઘર્ષણ ભર્યા હાલાત સતત બની રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાનમાં સર્વનાશ કરવાની વાત કરી તો તેના જવાબમાં ઈરાનના એક અધિકારીએ ટ્રમ્પ માટે ખુબ જ કડવા શબ્દનો પ્રયોગ કર્યો છે. ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ ટ્રમ્પને એક ‘માથાભારે રાષ્ટ્રપતિ’ ગણાવતા કહ્યું કે, તેરહાનની સામે તેમની ધમકીઓ કામ નહીં આવે અને જો ટ્રમ્પ ઈરાન સાથે વાત કરવા ઇચ્છે છે તો તેમણે તેમના પ્રતિ સન્માન, સાથે જ એક સ્થિર સંદેશ પર કાયમ રહેવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પાકિસ્તાનની હાલત ખરાબ: ટોચની બેંકે કહ્યું- આર્થિક સ્થિતિ સંકટમાં, જાણો કેમ...


ટ્રમ્પના ટ્વીટ્સ પર ઈરાનની ટિપ્પણી
ઈરાની સંસદના વિદેશી મામલે નિયામક હુસૈન આમિર-અબ્દુલાહિયાને સોમવારે સીએનએન સાથેની એક મુલાકાતમાં કહ્યું કે, ટ્રમ્પ ‘માથાભારે’ છે અને તેમનું વહીવટ 'ગુંચવણભર્યું' છે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરી ઈરાનને ચેતવણી આપી હતી કે, ‘ક્યારે પણ અમેરીકાને ધમકી ના આપે’ અને સાથે કહ્યું હતું કે, તેહરાન યુદ્ધ ઇચ્છે છે તો આ ઈસ્લામીક દેશનો ‘સત્તાવાર અંત’ થશે. હુસૈનની આ ટિપ્પણી ટ્રમ્પની આ ટ્વિટ્સ પછી આવી છે.


વધુમાં વાંચો: અમારી કોઇ જ ભુલ નહી, આ કારણથી પાકિસ્તાન કંગાળ થઇ ગયું: ઇમરાન ખાન


વ્હાઈટ હાઉસની અંદર જ વિચારોમાં ઘણા મતભેદ છે
હુસૈને સીએનએનથી કહ્યું કે, ‘તેમના મગજમાં, ટ્રમ્પ વિચારે છે કે, તેમણે પ્રતિબંધો દ્વારા ઈરાનના માથા પર બંદૂક મુકી છે અને તેઓ અમારી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.’ તેમણે કહ્યું કે, ‘પરંતુ આ બધુ માત્ર તેમની કલ્પના છે. હવે તેઓ ઇચ્છે છે કે, અમે તેમની સાથે વાત કરીએ? આ એક માથાભારે રાષ્ટ્રપતિ છે.’ તેમણે વેસ્ટ વિંગમાં હાજર યુદ્ધની આગ ભડકાવનારાઓ તરફ ઈશારો કર્યો છે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનું નામ લેતા કહ્યું કે, ‘વ્હાઈટ હાઉસની અંદર જ વિચારોમાં ઘણા મતભેદ છે.’


વધુમાં વાંચો: ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળ્યું પાકિસ્તાન, 700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’


તેમણે કહ્યું કે, એટલું જ નહીં, ટ્રમ્પ તેમના નિર્ણય લેવામાં સંતુલિત અને સ્થિર નથી. એટલા માટે અમે એક ભ્રમિત વ્હાઇટ હાઉસથી લડવું પડી રહ્યું છે. ઈરાનને ઘણા સંકેત મળે છે જેનાથી જાણી શકાય છે કે, કોઇ નથી જાણતું કે વ્હાઇટ હાઉસ પર કોનું શાસન છે.


‘ટ્રમ્પ ઈરાનની સંસ્કૃતિ વિશે જાણી લે’
તેમણે, જોકે, સાથે એમ પણ કહ્યું કે તેઓ વાટાઘાટ સામે નથી, પ્રશ્ન એ છે કે આ કેવી રીતે કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ટ્રમ્પ ઈરાનથી ફોન પર વાત કરવા પર ચર્ચા કરી શકે છે, પરંતુ ત્યારે પણ તેઓ ધમકી અને શક્તિની ભાષાનો પ્રયોગ ના કરે. તેમણે કહ્યું કે, ટ્રમ્પને જો લાગે છે કે, ઈરાનની સામે તેમની ધમકીઓ કામ કરેશે તો તેમણે ઈરાની લોકોની સંસ્કૃતિ અને માનસિકતા વિશે કઇ ખબર નથી.


વધુમાં વાંચો: ટ્રમ્પે ઇરાનને આપી ચેતવણી, કહ્યું- અમારી સાથે યુદ્ધ કરવું ભારે પડશે


દરેક અમેરીકી રાષ્ટ્રપતિ કોઇના કોઇ દેશને બનાવતા રહ્યા છે નિશાનો
જાણકારોનું માનવું છે કે, ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પને લઇને ઈરાનના તીખા નિવેદન સમગ્ર દેશને ભારે પડી શકે છે. છેલ્લા ત્રણ દશકમાં અમેરિકામાં જેટલા પણ રાષ્ટ્રપતિ બન્યા છે, તેમના કાર્યકાળમાં તેમણે કોઇના કોઇ દેશ પર હુમલો કર્યો જ છે. સીનિયર જ્યોર્જ બૂશે ઈરાક પર હુમલો કર્યો હતો ત્યારબાદ તેમના પુત્ર જ્યોર્જ ડબલ્યૂ બુશે બીજીવાર ઈરાક પર હુમલો કર્યો અને તાનાશાહ શાસક સુદામા હુસૈનને ફાંસીના ફંદા પર લટકાવી દીધો હતો.


વધુમાં વાંચો: વિશ્વના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઈન તૈયાર, જાણો શું છે ફાયદા


બુશના કાર્યકાળમાં જ અફગાનિસ્તાન પર અમેરિકાએ હુમલો કર્યો હતો. બરાક ઓબામાના કાર્યકાળમાં અમેરિકી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદી ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યોર્જ જબલ્યૂ બુશના કાર્યકાળમાં પણ અમેરિકાએ કેટલાક દેશો પર સૈન્ય કાર્યવાહી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના અત્યાર સુધીના કાર્યકાળમાં અમેરીકાએ કોઇ દેશની સામે કોઇ મોટી સૈન્ય કાર્યવાહી કરી નથી. ટ્રમ્પના કાર્યકાળમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની વચ્ચે કડવા સંબંધ બન્યા હતા, પરંતુ બેઠક બાદ બંને દેશોના સંબંધમાં સુધાર આવ્યો છે.
ઇનપુટ: IANS


જુઓ Live TV:-


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...